@Sohil dhada, sanjeli
સંજેલી ખાનગી એગ્રો સેન્ટરના સંચાલક દ્વારા ખેડુતોને આપવામા આવતી ખાતરની થેલીની કિંમત તેમજ સરકારી નિયત કરેલ ભાવ કરતા નિયમના વિરુદ્ધ જઈ એક ખાતરની થેલી પાછળ ૪૦૦ રુ,/ કિંમત વસૂલતા હોવાનો સંજેલીના ખેડુતોનો આક્ષેપ
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામા વરસાદમા સારી આવક આવતા ખેડુતોને ઉભા પાકમા ખાતરના છંટકાવ કરવાની આવશ્યકતા હોવાથી સવાર થી સાંજ સુધી ખાતર મેળવવા માટે લાંબી કતારોમા ઉભુ રેહવુ પડતુ હોય છે.
ત્યારે ખાતર લેવા માટે મજબુર જાગૃત ખેડુતોને પત્રકાર દ્વારા પુછપરછ કરાતા જાણવામા આવ્યુ હતુ કે,પંકજભાઇ કોઠારીને ત્યાંથી એક ખાતરની થેલી પાછળ ૪૦૦રુ,ના ઉચા ભાવે ખાતર વેચાણ કરવામા આવે છે, સાથે નેનો બોટલ તેમજ અન્ય વસ્તુઓ ફરજિયાતપણે લે તેવી સરતાધિન પછી જ ખાતરની થેલી મળશે છે તેવુ જાણવા મળ્યુ હતુ
ત્યારે ખેડુતોના પ્રાણસમા પ્રશ્નનુ નિરાકરણ આવશે યા નહી ?
તંત્ર દ્વારા ઉંચા ભાવે વેચાણ કરતા વેપારી સામે શું યોગ્ય કાર્યવાહી કરવામા આવશે યા નહી…?
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8