- મૌલાના આઝાદ રોડ ઉપર આવેલ રાણી મસ્જીદ ફરતે લગાવવામાં આવેલ તિરંગાએ એક આકર્ષણ ઉભુ કર્યુ…..
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અને મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણીને લઈને ગોધરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતેથી નીકળેલી આ વિશાળ તિરંગા યાત્રામાં શહેરના વિવિધ સમાજના લોકો, શાળાના બાળકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તિરંગાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને રામસાગર તળાવ ખાતે સમાપન પામી હતી
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ચાલુ વર્ષે મારી માટી મારો દેશ અને હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ બંને અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજે ગોધરા શહેરમાં વિશાળ તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતેથી પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, રેન્જ ડી.આઈ.જી.રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ન.પાલિકા પ્રમુખ સંજય સોની દ્વારા વિશાળ તિરંગા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ગોધરા શહેરનાં તમામ સમાજના લોકો, ગોધરા શહેરના તમામ ગણેશ મંડળના સભ્યો, રાજકીય પક્ષોના હોદ્દેદારો તથા કાર્યકરો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ સહિત વિવિધ શાળાઓના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતેથી નીકળેલી આ તિરંગા યાત્રા ચર્ચ સર્કલ થઈને વિશ્વકર્મા ચોકથી શ્રી ગણેશજી વિસર્જનયાત્રાના પરંપરાગત રૂટ પર ફરીને રામસાગર તળાવ ખાતે સમાપન પામી હતી. તિરંગા યાત્રાનું પશ્ચિમ વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ગોધરા ખાતે આયોજિત તિરંગાયાત્રામાં ૨૫૦ મીટર લાંબો રાષ્ટ્ર ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા તિરંગા યાત્રામાં જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કરીને આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોને આ પ્રકારે જ સહયોગ આપવા માટે અનુરોધ કર્યો હતો.
@mohsin dal, godhra
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8