@paresh parmar amreli
અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના નાઈક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા દરિયામાં પણ હાઈ ટાઇડ જોવા મળી હતી.
જાફરાબાદ તાલુકાના દરિયાઈ ટાપુ પર આવેલ શિયાળ બેટ ગામથી મધ દરિયામાં તોફાની પવન ફૂંકાયો હતો. શિયાળ બેટથી કેટલાક નોટિકલ માઈલ દૂર દરિયામાં કરંટ વધ્યો હતો. મધ દરિયામાં તોફાની માહોલ સર્જાયો હતો.
વરસાદ વગર પવનની ગતિ સમુદ્રમાં વધી રહી છે. તમામ માછીમારો પરત ફરી ગયા છે. શિયાળબેટ પીપાવાવ પોર્ટથી અંદર મધ દરિયામાં હાઈ ટાઈટની સ્થિતિ વધી રહી છે.