ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી (BJP સેકન્ડ લિસ્ટ) જાહેર કરી છે. ભાજપની બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ છે. ભારતીય જનતા પાર્ટીની આ યાદીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નામ પણ છે. નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. જ્યારે હરિયાણાના કરનાલથી મનોહર લાલ ખટ્ટરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
BJP releases its second list of candidates for the upcoming Lok Sabha elections pic.twitter.com/bpTvxfMkDr
— ANI (@ANI) March 13, 2024
આ સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના હમીરપુરથી, કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમાઈ હાવેરીથી, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણથી અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉત્તર મુંબઈથી ચૂંટણી લડશે.
રાવ ઈન્દ્રજીત સિંહ ગુરુગ્રામથી અને કંવરપાલ ગુર્જર ફરીદાબાદથી ચૂંટણી લડશે. અહીંથી કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરની ટિકિટ કાપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ઉત્તર મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હર્ષ મલ્હોત્રા પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડશે.
ખાસ ધ્યાન મહારાષ્ટ્ર પર હતું
વાસ્તવમાં જ્યારે બીજેપીની બીજી યાદી બહાર પડી ત્યારે મહારાષ્ટ્ર પર ખાસ ફોકસ હતું. હાલમાં જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને શિવસેનામાં જોડાવાની ઓપન ઓફર આપી હતી. તેમની ઓફર પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જ્યારે મહારાષ્ટ્ર સીટો પર ચર્ચા થશે ત્યારે તેમાં નીતિન ગડકરીનું નામ સામેલ કરવામાં આવશે. વાસ્તવમાં નીતિન ગડકરીનું નામ પ્રથમ યાદીમાં નહોતું. હવે નીતિન ગડકરીને નાગપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના પાંચ ઉમેદવારો જાહેર થયાં છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે. ભાવનગરથી ભારતીબેન શિયાળની ટીકિટ કપાઈ છે અને નિમુબેન બાંભણિયાને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યાં છે. સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તુ કપાયું છે અને તેમના સ્થાને મુકેશ દલાલને ટીકિટ આપવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને હવે જશુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જ્યારે વલસાડથી કે.સી. પટેલની જગ્યાએ ધવલ પટેલને ટીકિટ આપવામાં આવી છે. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાયું છે અને ભીખાજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.