@પાર્થો અલ્કેશ પંડ્યા
આજરોજ તારીખ 5 સપ્ટેમ્બર 2023 ના રોજ સરસ્વતી તાલુકાની શ્રી એસ.પી .ઠાકોર સર્વોદય વિદ્યાલય કાંસામાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માં સ્વયંશિક્ષક દિનની ઉજવણી ખૂબ જ આનંદ ,ઉત્સાહ અને ઉમળકાથી કરવામાં આવી.
જેમાં ધોરણ 9 થી 12 ના કુલ 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આચાર્યશ્રી, ક્લાર્ક શ્રી ,શિક્ષકશ્રીઓ તેમજ સેવક ભાઈઓ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી .અને વિદ્યાર્થીઓને સુંદર રીતે શાળાનું સફળ સંચાલન કર્યું હતું.
શાળામાં ચાલતી આવી શૈક્ષણિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શાળાના સંચાલક સાહેબશ્રી, આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફગણે અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન આપી બિરદાવ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8