ગુજરાત સરકાર ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરની પ્રેરણાની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર પાટણ દ્વારા આયોજિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણની કચેરી દ્વારા સંચાલિત એસ.જી.એફ.આઇ 2023 જિલ્લા કક્ષા યોગાસન ભાઈઓ બહેનો /સ્પર્ધાઓનું આયોજન તારીખ 23.0 8. 2023 ના રોજ સવારે 7:00 કલાકના સમયગાળા દરમિયાન સંડેર ખાતે સી.જે.પંચાલ હાઈસ્કૂલ ખાતે તેમજ ટેબલ ટેનિસ રમતની સ્પર્ધાનુ આયોજન સી.વી.વિદ્યાલય બાલીસણા તથા બાસ્કેટબોલ ભાઈઓની સ્પર્ધા રમત સંકુલ પાટણ ખાતે રાખવામાં આવેલું હતું. જિલ્લા કક્ષાના બાસ્કેટબોલ (મહિલા) , ટેનિસ બેડમિન્ટન સ્વિમિંગ ભાઈઓની સ્પર્ધા નું આયોજન તારીખ 24.08. 2023 ના સરદાર પટેલ ,રમત ગમત સંકુલ પાટણ તથા ટેંકવાડો એમ.એન.પ્રાથમિક શાળા પાટણ ખાતે રાખવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં બહોળા પ્રમાણમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને જિલ્લા રમત વિકાસ અઘિકારી તરફથી ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ હતું.
આ સ્પર્ધા દરમિયાન સદર રમતોના ખેલાડીઓને સ્કૂલના આચાર્ય કન્વીનર, વ્યાયામ શિક્ષકો અને જીલ્લા શિક્ષણાધિકારી,પાટણ તથા જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી તરફ થી એસ.જી.એફ.આઇ. 2023 રમતો મા ભાગ લઈ વિજેતા બની રાજયકક્ષા અને રાષ્ટ્ર કક્ષામાં ખેલાડીઓ વિજેતા બને તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. જે બાબત જિલ્લા રમત વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.
@partho pandya, patan
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
News anchor murder: બોયફ્રેન્ડએ ગળું દબાવી હત્યા કરી, પાંચ વર્ષ પછી પોલીસે બહાર કાઢ્યો મૃતદેહ