@ઋતુલ પ્રજાપતિ
ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પરજ જોવા મળી રહી છે. રાજ્યમાં રોજેરોજ દારૂ ઝડપાય છે. ત્યારે રાજથસ્નાને અડીને આવેલા સરહદી જિલ્લામાં દારૂની હેરાફેરી સામાન્ય બાબત બની ગઈ છે. સરહદી જિલ્લા રવલ્લીમાં દારૂ ઝડપાવો સામાન્ય ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે.
જિલ્લાની શામળાજી બોર્ડર પરથી વધુ એક વાર વિદેશી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી છે. અણસોલ ચેકપોસ્ટ પર એસી કુલર બોક્ષની આડમાં છુપાવેલો દારૂ પોલીસે ઝડપો પડ્યો હતો.
વોટરકુલર અને એસી કુલરના ખાલી બોક્ષમાં 241 પેટી દારૂ છુપાવેલો હતો. શામળાજી પોલીસે 14,46000ની કિંમતની 6492 નંગ બોટલ ઝડપી પાડી છે. જિલ્લામાં નવા એસપી આવ્યા બાદ સરહદો પર દારૂ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શામળાજી પોલીસે આયશર ટ્રક ચાલકને ઝડપી કાર્યવાહી હાથધરી છે. બે દિવસમાં પોલીસે 63 લાખનો દારૂ ઝડપી પડ્યો છે.