મોહસીન દાલ ગોધરા
શહેરા નગર પાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ગોધરા નગર પાલિકા ફાયર ઓફિસર રાજદીપસિંહ રાઠોડને મોબાઈલ ફોન દ્વારા વર્ધી આપવામાં આવી હતી કે શહેરા તાલુકાના પાદેડી ગામે એક અજાણ્યા યુવક કુવામાં પડી ગયેલ હોય તો તેને તાત્કાલિક મદદ કરવા માટે ગોધરા ફાયર વિભાગની ટીમને મદદ માટે મોકલી આપવામાં માટે વર્દી આપવામાં આવી હતી. જેથી ગોધરા નગર પાલિકાના ફાયર વિભાગના ફાયર ઇન્ચાર્જ દિનેશભાઈ ડીંડોર ડી.સી.ઓ ભાવેશ ઠાકોર ફાયરમેન ભરતભાઈ ગઢવી અને વદનજી ઠાકોર તાત્કાલિક શહેરા તાલુકાના ઉંડાણ વિસ્તારમાં આવેલ પાદેડી ગામે પહોંચી કુવામાં પડી ગયેલ મૃતદેહને કલાકો ની ભારે જહેમત બાદ એક ખાટલાની મદદથી મૃતદેહને શોધખોળ કરીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ બહાર કાઢવામાં આવતા આજુબાજુ ગામના લોક ટોળા ઉમટી પડ્યા હતા.
આ બનાવ સંદર્ભમાં શહેરા તાલુકાના પાદેડી ગામે આવેલ તળાવ ફળિયા ખાતે રહેતા એક યુવક તેના ગામમાં જ આવેલ કુવામાં પડી ગયો હતો. જેથી ગોધરા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ એક ખાટલા ની મદદ થી મૃતદેહને બહાર કાઢવામાં આવતા આજુબાજુના લોકટોળાં ઉમટી પડ્યા હતા.જ્યાં ખબર પડી હતી કે તેમના જ ગામમાં આવેલ પાદેડી ગામ તળાવ ફળિયામાં રહેતા ૨૨ વર્ષીય રાહુલ ભીમાભાઈ બામણીયાનો મૃતદેહ છે જેથી પરિવારજનોને બનાવની જાણ થતા પરિવારના સભ્યો ઉપર મોતનું માતમ છવાઈ ગયું હતું.
શહેરા તાલુકાના પાદેડી ગામે આવેલ તળાવ ફળિયામાં રહેતા રાહુલ ભીમાભાઈ બામણીયા કુવામાં પડી ગયા છે તે સંદર્ભમાં તેમના ગામમાં રહેતા સરપંચ પ્રેમચંદ બારીયા સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે શહેરા તાલુકાના ભેસાલ ગામે આવેલ રાહુલ બામણીયાની સાસરીના લોકો ઘરે આવ્યા હતા. અને તેની માતા-પિતા અને તેને લાકડાના ડંડા વડે માર માર્યો હતો અને તેના પછી રાહુલની પત્નીને તેઓ ઘર લઈ જતા હતા ત્યારે રાહુલ તેની પત્નીને ઘેર લઈ જવાની ના પાડી તે છતાં પણ ના સાસરીવાળા ઘરે લઈ જતા રાહુલને મનમાં લાગી આવતા તેઓ તેના ગામમાં આવેલ કુવામાં જ ઝંપલાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ બામણીયા ની પત્નીએ પંદર દિવસ પહેલા જ એક બાળકીને જન્મ આપ્યો હતો અને હવે પિતાએ આમ કુવામાં પડીને મોતને વહાલું કરતા બાળકી નિરાધાર બની ગયેલ છે હાલ તો શહેરા પોલીસ પોલીસ મૃતદેહ ઉપર કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરેલ છે.