બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના જુહુના ઘરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. આ મામલાની માહિતી મળ્યા બાદ મુંબઈ પોલીસે 2 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.એક અધિકારીએ શેર કર્યું હતું કે ગયા અઠવાડિયે શિલ્પાના ઘરેથી કથિત રીતે કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી.
ગયા અઠવાડિયે જુહુમાં શિલ્પા શેટ્ટીના આલીશાન ઘરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.ફરિયાદના આધારે જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી.અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ કહ્યું કે તપાસ ટીમે આ સંબંધમાં બે લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ ચાલુ છે.શિલ્પા શેટ્ટી હાલમાં પરિવાર સાથે ઈટાલીમાં રજાઓ માણી રહી છે.