સુરતના વેસુ વિસ્તારમાં હચમચાવનારી ઘટના બની છે. અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ પાંચ વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતુ. ટ્રેક્ટરના ભારે ભરખમ ટાયર નીચે કચડાઈ જવાથી બાળકનું મોત નિપજ્યું છે.મૂળ મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઈટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે. સુરેશ સાથે તેની પત્ની પણ મજૂરી કરે છે. આ શ્રમિક પરિવાર બાંધકામ સાઈટ પર જ રહેતો હોય છે. શ્રમિક દંપતિ મજૂરી કામ દરમિયાન પોતાના બાળકને પણ સાથે રાખતું હતું.
સુરેશ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર વિષ્ણુ ને લઇ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા. મજૂરીકામ આટોપીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા પાંચ વર્ષનો વિષ્ણુ પાછળ બેઠા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટર ની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા. ભારે ટાયર નીચે કચડાઈ જતા વિષ્ણુ લોહી લુહાણ થઈ ગયો હતો.
માસુમ વિષ્ણુ ની આવી હાલત જોઈ દંપતી બેબાકળુ બની ગયું હતું. દંપતિ તાત્કાલિક વિષ્ણુને નજીકની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયું હતું. સારવાર મળે તે પહેલા જ વિષ્ણુનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રનું પિતાના જ ટ્રેકટરના નીચે આવી જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટના અંગે જાણ થતા વેસુ પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
KUTCH / ગાંધીધામમાં 23 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે પેડલરની અટકાયત
મહિલા જજ જ્યોત્સના રાયે કરી આત્મહત્યા, સરકારી આવાસમાં લટકતો મળ્યો મૃતદેહ