america માં સતત બનતી ગોળીબારની (US Firing) ઘટનાઓ હવે સરકારની ચિંતા વધારી રહી છે. અલગ અલગ ભાગોમાં ગોળીબારની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે.
લોસ એન્જલસમાં ગોળીબારની ઘટના બની
america માં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટના બની રહી છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. શનિવારે લોસ એન્જલસમાં ગોળીબારની ઘટનામાં શંકાસ્પદ હુમલાખોર સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટનાને હત્યા બાદ આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે. આ ઘટના અંગે લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે લેર્ડો એવન્યુના 11600 બ્લોકમાં ગોળીબારની માહિતી મળ્યા બાદ અધિકારીઓ સાંજે 7 વાગ્યા પહેલા જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મૃતકો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી
પોલીસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ચાર લોકોના મૃતદેહ જોવા મળ્યા હતા. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ આત્મહત્યા પછી હત્યાનો મામલો હતો. હજુ સુધી મૃતકો વિશે અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી અને ગોળીબાર શા માટે કરાયો તે પણ જણાવવામાં આવ્યું નથી.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ભારતના આ ત્રણ બહાદુર સૈનિકોને જીવતા પરમવીર ચક્ર મળ્યું, આ છે તેમના નામ
bihar politics: બિહારમાં પલટુરામ કોણ નથી?