@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
python: અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં વરસાદી વાતાવરણ બાદ જળચરપરાની અજગરે(python) દેખા દીધી છે. નાના જામઠાં ગામના સીમ નજીક અજગર જોવા મળ્યો હતો. 8 ફૂટ લાંબા અજગરને જોવા લોકોના ટોળાં ઉમટ્યા હતા. માઝુમ નદીના કિનારે અજગરે દેખા દીધી હતી.
નદીના પટમાં વીંટલાયેલી સ્થિતિમાં અજગર જોવા મળ્યો હતો. ગામના લોકોએ રેસ્ક્યુ કરી અજગરને જંગલમાં છોડ્યો હતો.
અગાઉ પણ માઝુમ નદીમાં અજગર દેખાયાના બનાવો સામે આવ્યા છે.