પંચમહાલ સ્થિત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી સ્માર્ટ અને ડીજીટલ બનવાની પરિણામલક્ષી દિશામાં સતત કામ થઈ રહ્યું છે. કોઈપણ વિદ્યાર્થીને વિવિધ કામ અર્થે યુનિવર્સિટી સુધી આવવું ના પડે તે માટે PAEC/FAEC સર્ટીફીકેટ, માઈગ્રેશન સર્ટીફીકેટ, એડમીશન ફોર્મ, પ્રોવિઝનલ/ફાઈનલ ડીગ્રી સર્ટીફીકેટ, ઓનલાઈન ફી કલેક્શન જેવી પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરવામાં આવે છે. હવે પછી વિદ્યાર્થીઓને તેમના ડીગ્રી સર્ટીફીકેટના વેરીફીકેશન માટે પણ યુનિવર્સિટીનો ધક્કો ખાવો ન પડે તે માટે યુનિવર્સિટી દ્વારા ફાઈનલ ડીગ્રી માટે અરજી કરેલ તમામ વિદ્યાર્થીઓની ડીગ્રી ડીજીલોકરમાં અપલોડ કરવામાં આવી છે.
આ અંગે કુલપતિએ ડીજીલોકર અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા યુનિવર્સિટીઓના ડીગ્રી સર્ટીફીકેટના ડીજીટલાઈઝેશન માટે ડીજીલોકર સિસ્ટમ શરુ કરાઇ છે. તેમાં તમામ યુનિવર્સિટીઓને ડેટા અપલોડ કરવા સુચના આપવામાં આવી હતી. આ થકી વિદ્યાર્થીઓને નોકરી અથવા એડમીશન કે અન્ય કોઈપણ હેતુ કે જેમાં ડીગ્રી વેરીફીકેશનની આવશ્યક હોય તેના માટે યુનિવર્સિટી ખાતે આવવાનું રહેતું નથી. આ સુવિધા મળતા વિદ્યાર્થીઓનો સમય અને નાણાંનો પણ બચાવ થઈ શકશે.
આ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2018-2019 થી લઈ વર્ષ 2022-23 દરમિયાન ડીગ્રી માટે અરજી કરનાર 67,579 વિદ્યાર્થીઓના ડીગ્રી સર્ટીફીકેટ ડીજીલોકર સિસ્ટમમાં અપલોડ કરાયા છે. તેમ ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલ સચિવ દ્વારા જણાવ્યું છે.
@MOHSIN DAL, GODHRA
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
હારીજ કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલની વિદ્યાર્થીની અને ગૃહ માતા વચ્ચે વિવાદ સર્જાયો