લલિત પટેલ, ઈડર
ભારતમાં ગુજરાતના લોકમેળાઓની વાત કરીએ તો આ મેળાઓ સમગ્ર લોક સમુદાયને માટે એક સવિશેષ મહત્ત્વ ધરાવે છે. મેળાની વ્યાખ્યા કે શબ્દનો અર્થ સમજીએ તો મેળો એટલે મેળાપ, મેળાવડો, જ્યાં જનસમૂહ એકઠો થાય તે છે. ભારતમાં પ્રાચીન કાળ સમયથી અનેક રૂપે મેળા યોજાતા આવ્યા છે. ભારતના વિવિધ રાજ્યોમા યોજાતા દરેક મેળાનું સ્વરૂપ અને તેમની પ્રવૃત્તિઓ જુદી જુદી હોય છે. આ મેળા પાછળનો ઉદ્દેશ્ય જોવા જઇએ તો આપણા પૂર્વજોનો મૂળ ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિનું જતન કરવા સાથે સ્થાનિક વેપાર ઉદ્યોગ વિકસાવવા થયો હોવો જોઈએ.
વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના બરવાવ ખાતે દર વર્ષે ભરાતા શ્યામગોર બાવજીના મેળાની તો આ મેળો દર વર્ષે ભાદરવા મહિનાના બીજા રવિવારે પશુઓની સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આ લોકમેળો ભરાય છે. આ મેળાનુ મહત્વ જોઇએ તો આ વિસ્તારના પશુપાલકો પોતાના પશુઓની આરોગ્ય અને સુખાકારી માટે શ્યામગોર વીર બાવજીની માનતા રાખે છે. અને તે માનતા પુરી કરવા પશુપાલકો વહેલી સવારથીજ માનતા પુરી કરવા સુખડી, કુલેર, શ્રીફળ વિગેરે ધરાવે છે.
આ વિસ્તારના લોકો શ્યામગોર બાવજીના આશીર્વાદ રૂપે આ સ્થળ પાસેથી દુધેલીના પાન મેળવી પોતાના પશુ ( ગાય કે ભેંસને ) આ દુધેલીના પાન ખવડાવે તો ગાયને વાછરડી અને ભેંસને પાડી આવે તેવી માન્યતા તેમજ પશુ નીરોગી રહે તેવી શ્રદ્ધા ધરાવે છે. આ સાથે અહીં આવતા લોકો પોતાના પરિવારની સુખાકારી માટે પણ આસ્થાનુ માથુ ટેકવે છે. શ્યામગોર બાવજીના આશિર્વાદ મેળવી લોકો ગામમા ભરાતા મેળામાં જઈ ઘરવપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરી મેળાની મજા માણે છે.
આજે ગ્રામીણ પરંપરા સાથે જોડાયેલા આ મેળાની મુલાકાત…
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd