જાણે ચંદ્ર પર આકાશ ની રોશની થી તારાઓ ટમટમે તેમ
@પાટણ પાર્થો અલ્કેશ પંડ્યા
અનેક સંસ્કૃતિ ધરોહર ધરાવતો પાટણ જિલ્લો અને તેના ગામડાઓમાં આજે પણ સદીઓ જૂની પરંપરા આજના આધુનિક યુગ માં જળવાઈ રહી છે ગુજરાતીઓ ભલે પરદેશ કમાવવા જાય પરંતુ ગામ નુ કર્વઠું કે ધાર્મિક પરંપરા હોય તેને ભૂલ્યા નથી પાટણ જિલ્લા ના અનેક ગામડાઓ માં નાની મોટી પલ્લી ભરતી હોય છે તેમજ અનેક ધાર્મિક માન્યતાઓ હોય છે આવીજ એક અનોખી પરંપરા સિદ્ધપુરના બિલિયા ગામે આસો સુદ ચૌદસની રાત્રે જોવા જાણે ચંદ્ર ના પ્રકાશથી જેમ તારો ઓ આકાશ માં ટમટમી ઉઠે છે અને તે દ્રશ્ય મનોહર હોય તેવું દૃશ્ય અહી સિદ્ધપુર ના બિલિયા ગામે જોવા મળ્યું સમગ્ર ગામ
દીપકની રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું
ગામના ચાચર ચોકમાં સવા સો દીવડા સાથે 225 માંડવીઓ માથે મૂકી ને ચાચર ચોકમાં ઘૂમતા જોવા જેવો નજારો હતો
સદીઓ થી ગામમાં આસો સુદ ચૌદસના રોજ પરંપરાગત ગરબાનું આયોજન થાય છે અને તે પરંપરા આજે પણ યથાવત રહી છે અહી મહિલાઓ ની સાથે પુરુષો પણ અહીંયા માથે માંડવી રાખી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી
અંદાજે 30 હજાર જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવતા આકાશ ગંગા જેવા દ્રશ્યો સર્જાયા હતા તો આજુબાજુના
ગામે ગામ થી ગ્રામજનો દર્શન તેમજ માંડવી જોવા ઉમટ્યા હતા.બિલીયા ગામમાં પ્રધ્ધિધ વેરાઈ માતાજીનું મંદિર આવેલ છે અને આ મંદિર ની શ્રદ્ધા અનુસાર તેમજ અગાઉ થી ચાલી આવતી ધાર્મિક પરંપરા અનુસાર ગામ મા જેના ઘરે પ્રથમ સંતાન નો જન્મ થાય ત્યારે તેની ખુશી માં આસો સુદ દસમ થી ચૌદસ ની રાત સુધી માંડવી ના ગરબા નીકળે છે અને શરદ પૂર્ણિમા ની આગલી રાતે માંડવી વળાવવા માં આવે છે ત્યારે સમગ્ર ગામ ની દીવડાઓ ની માંડવી એકત્ર થાય છે અને ગરબા ઉપરાંત પરંપરાગત માતાજીના ગરબા રમાય છે