siddhpur સહિત સમગ્ર જિલ્લા માં સિદ્ધપુર પાલિકા ની પાઇપ લાઈન ચોકપ થઈ હતી અને દુર્ગંધ મારતું પાણી કેટલાક વિસ્તાર માં આવતું હોવા ની બુમ ઉઠી હતી અને પાલિકા ના વોટર વર્કસ વિભાગ ના કર્મચારીઓ એ એક વિસ્તાર ની પાઇપ લાઇન નું ખોદકામ કરતાં માનવ દેહ માં ટુકડાઓ મળી આવતા સનસનાટી મચી અને ધીરે ધીરે વધુ ખોદકામ કરતાં બીજા અંગો મળતા પાલિકા તેમજ પોલીસ માટે પડકાર. રૂપ ઘટના બની અને ત્યાર બાદ 3 દિવસ માં આ વિસ્તાર ની પાઇપ લાઇન ખૂંદી વળતા અવશેષો મળવા નું ચાલુ થયું બીજી બાજુ સિદ્ધપુર ની સિંધી સમાજ ની એક યુવતી ગુમ થઈ હતી અને થતી ચર્ચા અનુસાર આજ યુવતી હોવી જોઈએ અને પાટણ પોલીસ હરકત માં આવી અને તપાસ હાથ ધરી ત્યારે ગુમ થયેલ યુવતી અંગે ખુદ પોલીસ ને શંકા છે મૃતક ના અંગો સાથે ગુમ થયેલ યુવતી ના પરિવાર ના dna ની કાર્યવાહી હાથ ધરાઇ છે અને સોમવારે રિપોર્ટ આવસે તે પહેલાં આજે પાટણ એસ પી એ આ અંગે એક પ્રેસ યોજી હતી
પી એમ રિપોર્ટ માં એવો ખુલાસો થયો છે કે જે માનવ અંગો મળ્યા છે તે હત્યા કરાયેલા નથી તેમજ ગુમ થયેલ યુવતી હોવી તે ચોક્કસ કહી શકાય તેમ નથી તેમજ પી એમ રીપોર્ટ થી એક વાત નક્કી છે કે આ અંગો 21 થી 40 વર્ષીય વચ્ચે સ્ત્રી ના હોય શકે છે.
સિદ્ધપુર શહેર માં છેલ્લા 3 દિવસ થી ટોક ઓફ ધ ટોક બનેલ પીવાં ના પાણી ની પાઇપ લાઈન માં માનવ અંગો મળી આવતા સનસનાટી મચી છે અને સિદ્ધપુર ની લાલપોલ સહિત વિવિધ વિસ્તારો માં હાલ પાઇપ લાઇન ચેકીંગ અને ખોદકામ ચાલી રહ્યું છે અત્યાર સુધી માં માથું તેમજ ધડ સિવાય ના માનવ અંગો મળી આવ્યા છે અને આ અંગો કોનાં છે સ્ત્રી કે પુરુષ ના તેના પર સાયન્ટિફિક રીતે સોઘ કરવા ની કામગીરી ચાલી રહી છે તો બીજી બાજુ આ બનાવ માં કોઈ યુવતી હોવાનું ચર્ચાય છે ત્યારે સિદ્ધપુર સિંધી સમાજ દ્વારા એક યુવતી ગુમ થઈ છે તે બાબતે આજે રેલી કાઢી ને પ્રાંત ને આવેદન પત્ર આપ્યું હતું
પોલીસના જણાવ્યા અનુસાર DNA રિપોર્ટમાં માલુમ પડ્યું છે કે આ માનવ અંગો સિદ્ધપુરની સિંધી સમાજની યુવતીના હોવાનું બહાર આવ્યું છે.
D N A રિપોર્ટ માં માનવ અંગો યુવતીના હોવાનું જણાયું છે. ફોરેન્સિક રિપોર્ટ બાદ યુવતી લવીના હારવાની ની હત્યા કે આત્મ હત્યા નો ખુલાસો થશે .
ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુરના ઉપલીશેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષ મળી આવતા ચકચાર મચી હતી . શહેરના ઉપલીશેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરતા પાઇપ લાઇનમાંથી કોઈ અજાણ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જેથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી .