પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના ઘરમાં ખુશીનો માહોલ છે. તેની માતા ચરણ કૌરે એક પુત્રને જન્મ આપ્યો છે. મૂઝવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. સિદ્ધુ મૂઝવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરતા લખ્યું, ‘શુભદીપને પ્રેમ કરનારા લાખો આત્માઓના આશીર્વાદ સાથે, અનંત ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂક્યો છે. ઈશ્વરના આશીર્વાદથી પરિવાર સ્વસ્થ છે અને તમામ શુભેચ્છકોના અપાર પ્રેમ બદલ હું ઋણી છું.