ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટે મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે.ત્યારે ઉજવણીના ભાગરૂપે મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્ર સ્કૂલમાં વિદ્યાર્થીઓના 50 થી વધુ માતાઓને વિવિધ રમતો રમાડીને રમતગમતના મૂલ્યો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય ઉપરાંત તેમાં શિસ્ત, દ્રઢતા, ખેલદિલીની ભાવના, ટીમ વર્ક અને રમતગમત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ1928, 1932 અને 1936માં ભારત માટે ત્રણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહના જન્મદિન નિમિતે કલરવ સ્કૂલની વિદ્યાર્થીઓની માતાઓએ રમતો રમી ખુશી વ્યક્ત કરી હતી,મેજર ધ્યાનચંદે 1926થી 1949 સુધીની કારકિર્દીમાં 570 ગોલ કર્યા હતા જે એક રેકોર્ડ છે. શ્રી કે.એન. શાહ મોડાસા હાઈસ્કૂલના મેદાનમાં હોકીના જાદુગર ધ્યાનચંદ ના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે રમતગમત સપ્તાહની ઉજવણીમાં વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કલરવ સ્કૂલના ધર્મેશભાઈ સુથાર ,વ્યાયામ શિક્ષકો પી.એમ.કટારા જે.પી.મિસ્ત્રી તથા ઈન સ્કૂલના ટ્રેનર નરેન્દ્રસિંહ ઝાલા અને સંજયભાઈ ખાંટ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિતે વિધાર્થીઓની માતાઓએ વિવિધ રમતો રમીને ઉજવણી કરતા કલરવ સ્કૂલનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમના સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય મનીષભાઈ જોષી, પ્રા. વિભાગના આચાર્ય એ.ડી.પ્રણામી તથા મંડળના પ્રમુખ બીપીનભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા.
@rutul prajapati, aravalli
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
દુબઈની કેટલીક સૌથી વૈભવી વસ્તુઓ