Sharad Pawar : પીએમ નરેન્દ્ર મોદીને આજે પુણેમાં શરદ પવારના હસ્તે લોકમાન્ય તિલક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી જ્યારે મંચ પર પહોંચ્યા ત્યારે તેઓ શરદ પવારને પણ મળ્યા હતા. આ દરમિયાન શરદ પવારે લાંબા સમય સુધી તેમનો હાથ પકડી રાખ્યો હતો. ત્યારપછી જ્યારે તે સુશીલ કુમાર શિંદેને મળવા માટે આગળ વધ્યા ત્યારે શરદ પવાર વડાપ્રધાન મોદીની પીઠ થપથપાવતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, જ્યારે શરદ પવારનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે એવી કોઈ ટિપ્પણી પણ કરી ન હતી, જેના ચર્ચા હતી કે તેઓ લોકશાહી કે અન્ય કોઈ મુદ્દા પર કંઈક શીખવવા જેવી વાત કરી શકે.
મંચ પરની સભાથી લઈને ભાષણ સુધી શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચેનો ખાસ બોન્ડીંગ જોવા મળતું હતું. ભત્રીજા અજિત પવારના બળવા પછી પણ શરદ પવાર જેટલા આક્રમક લાગી રહ્યા હતા. તેમાનું આજે કાઈ પણ જોવા મળ્યું નથી. આજે તેમણે ભાજપ પર આકરા પ્રહારો નથી કર્યા. એટલું જ નહીં, શરદ પવારના નજીકના સાથી જયંત પાટીલ અને અજિત પવારના નજીકના સાથી સુનીલ તટકરે વિધાનસભામાં ગળે મળતા જોવા મળ્યા હતા. બંને વચ્ચે લાંબી વાત થઈ. શરદ પવાર અને અજિત પવારના જૂથમાંથી કોઈએ અત્યાર સુધી જરૂરી 36 ધારાસભ્યો સાથે તાકાત દર્શાવી નથી. આ અંગે કોઈને ઉતાવળ પણ નથી.
Sharad Pawar નું આગામી પગલુ શું હશે?
આ મુલાકાત બાદ શરદ પવારના આગામી પગલા વિષે લોકો ચર્ચા કરી રહ્યા છે. એનસીપીમાં જે કાઈ પણ બન્યું છે તે શરદ પવારના ઇશારે જ બન્યું હોવું જોઈએ. આ સિવાય તેઓ તકનો લાભ જોઈ રહ્યા છે. જો ભાજપ 2024 પહેલા મજબૂત દેખાય છે, તો તે પક્ષ બદલી શકે છે. તેવી અટકળો ચાલી રહી છે. દરમિયાન તેમની પુત્રી સુપ્રિયા સુલેએ પણ શરદ પવારને મોદી સાથે સ્ટેજ શેર કરવાને યોગ્ય ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં આવું થાય છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, તેઓ માત્ર ભાજપના વડાપ્રધાન નથી. તેમણે આ કાર્યક્રમમાં કોંગ્રેસના સુશીલ કુમાર શિંદેની હાજરી માટે પણ દલીલ કરી હતી.
કાર્યક્રમ માટે શરદ પવારે માત્ર મોદી સાથે વાત કરી હતી
એટલું જ નહીં એનસીપીના એક નેતાએ શરદ પવારને કાર્યક્રમમાં ન આવવાની અપીલ કરી હતી. આના પર શરદ પવારે તેમને કહ્યું કે તેઓ બીજેપીની રેલીમાં નથી જઈ રહ્યા પરંતુ દેશના વડાપ્રધાન પીએમ મોદીના કાર્યક્રમમાં જઈ રહ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે પીએમ મોદીને તેમની તરફથી જ આમંત્રણ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આયોજકોએ તેમને માત્ર સન્માન આપવા અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ મોદી સાથે વાત કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે મેં ટ્રસ્ટ વતી વડાપ્રધાન સાથે વાત કરી હતી.