દુમકામાં સ્પેનની એક મહિલા પ્રવાસી પર 7-8 યુવકોએ ગેંગરેપ કર્યો છે.અને તેને માર પણ માર્યો હતો. પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બાકીના આરોપીઓને પકડવા પોલીસે દરોડા પાડી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સ્પેનથી એક મહિલા અને એક પુરુષ પ્રવાસી બે અલગ-અલગ બાઇક પર આવ્યા હતા. મોડી સાંજ હોવાથી બંને હંસદીહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરમહાટ પાસે આરામ માટે રોકાયા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે લગભગ 10 વાગે 7 થી 8 ની સંખ્યામાં યુવકો ત્યાં પહોંચ્યા અને પહેલા તેમની સાથે મારપીટ કરી અને પછી મહિલા સાથે બળાત્કાર પણ કર્યો. આ ઘટનામાં બંને ઘાયલ થયા છે.
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંનેને સરૈયાહાટ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગઈ હતી, જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે. સરૈયાહાટ હોસ્પિટલની બહાર સુરક્ષા માટે પોલીસકર્મીઓ તૈનાત છે. હોસ્પિટલની અંદર કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
મળતી માહિતી મુજબ, આ ઘટનામાં પોલીસે હંસદીહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંજી ગામના ચાર યુવકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. અહી ઘટનાની જાણકારી મળતા જ એસપી પીતામ્બર સિંહ ખેરવાર, જારમુંડીના એસડીપીઓ સંતોષ કુમાર અને દુમકા ડીએસપી રાતથી જ હંસદિહામાં ધામા નાખ્યા છે. માહિતી મળતાં જ પોલીસે ડોગ સ્કવોડની ટીમ સાથે રાત્રે જ બચાવ કામગીરી હાથ ધરી હતી.