ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની ચોરાઈ કાર, દિલ્હી પોલીસ હરકતમાં
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર ચોરાઈ ગઈ છે. ત્યારે સામાન્ય માણસની વાત જ કયાંથી આવે.? આ ગાડી દક્ષિણ પૂર્વ દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાંથી ચોરાયું હતું. કારના ચાલકે કાર ગોવિંપુરીના સર્વિસ સેન્ટરમાં આપી હતી અને તે પોતાના ઘરે જમવા આવ્યો હતો, ત્યારે અચાનક કોઈએ કારની ચોરી કરી હતી. આ પછી, માહિતી મળતા જ દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા અને કારને ગુરુગ્રામ તરફ જતી જોઈ. પરંતુ હજુ સુધી કારનો કોઈ પત્તો મળ્યો નથી. આ ઘટના 19 માર્ચે બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની હતી.
સર્વિસ સેન્ટરમાંથી ફોર્ચ્યુનરની ચોરી
માહિતી મળી છે કે જેપી નડ્ડાની પત્નીની કારનો નંબર હિમાચલનો છે. જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના છે. કારના ચાલકે કાર સર્વિસ સેન્ટરમાં પાર્ક કરી હતી અને પોતાના ઘરે જમવા ગયો હતો. પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે કાર ગાયબ હતી. આ કેસ હાઈપ્રોફાઈલ વ્યક્તિ સાથે સંબંધિત હોવાને કારણે દિલ્હી પોલીસ મુશ્કેલીમાં છે. જેપી નડ્ડાની પત્નીની ફોર્ચ્યુનર કાર સર્વિસ સેન્ટરમાંથી ચોરાઈ હોવાની માહિતી મળી છે. આ કારનો નંબર HP-03-D-0021 છે. કારનો રંગ સફેદ છે. આ મામલામાં ડ્રાઈવર જોગીન્દરની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે અને પોલીસ કારની શોધમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ 19 માર્ચની ઘટના છે.