ઇંગ્લેન્ડની ટીમમાં એક એવો ખેલાડી છે એક નહિ પરંતુ ચારવાર ભારતમાં ડેબ્યુ કરી ચુક્યો છે. ટી-20 હોય, ટેસ્ટ હોય, વેન ડે હોય, કે પછી આઇપીએલ આ ખેલાડીએ ભારતમાં જ ડેબ્યૂ કર્યું છે. જી હા… ઇંગ્લેન્ડના ક્રિકેટર joe root ની વાત કરી રહયા છીએ.
હાલમાં જ joe root ને આઈપીએલમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો છે. IPL 2023 ની 52મી મેચમાં, હૈદરાબાદ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા જો રૂટને IPL ડેબ્યૂ કરવાની તક મળી. જો કે રૂટ તેની પ્રથમ આઈપીએલ મેચમાં બેટિંગ કરી શક્યો ન હતો, પરંતુ તેના નામ સાથે જોડાયેલો આ સંયોગ જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. આ ચોથી વખત છે કે જ્યારે રૂટે ભારતમાં ‘ડેબ્યૂ’ કર્યું છે. IPLમાં તેના ડેબ્યૂની સાથે, રૂટે ભારતમાં રમતી વખતે ટેસ્ટ, ODI અને T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે.
રૂટે તેની પ્રથમ ટેસ્ટ મેચ 2012માં ભારત સામે નાગપુર ટેસ્ટ મેચમાં રમી હતી. આ ટેસ્ટ મેચ રૂટની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ મેચ હતી. તે જ સમયે, રૂટે ભારત આવ્યા બાદ જ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2013માં, રૂટે ભારતની ધરતી રાજકોટમાં વનડેમાં ડેબ્યુ કર્યું હતું. 11 જાન્યુઆરી 2013ના રોજ, રૂટે તેની પ્રથમ વનડે ભારત સામે રાજકોટમાં રમી હતી.
આટલું જ નહીં, રૂટે તેની પ્રથમ ટી20 ઈન્ટરનેશનલ મેચ પણ ભારતમાં જ રમી હતી. રૂટે તેની પ્રથમ T20 મેચ વર્ષ 2012માં ભારત સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. એટલે કે રૂટે ઈન્ટરનેશનલ અને આઈપીએલમાં પોતાની ડેબ્યુ મેચ ભારતમાં રમી છે. આ એક વિચિત્ર સંયોગ છે. આ વખતે રૂટે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPLમાં ડેબ્યૂ કર્યું છે.