WTC (World Test Championship Final) પહેલા ભારતીય ટીમ ઈજાઓ સાથે ઝઝૂમી રહી છે. ટીમ ઇન્ડિયાના ઘણા અનુભવી ખેલાડીઓ અનફિટ છે. જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત બાદ કેએલ રાહુલ પણ ટાઈટલ મેચમાંથી બહાર થઈ ગયો WTC World Test Championship Final) પહેલા ભારતીય ટીમ ઈજાઓ સાથે ઝઝૂમી રહી છે. ટીમ ઇન્ડિયાના ઘણા અનુભવી ખેલાડીઓ અનફિટ છે. જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર અને ઋષભ પંત બાદ કેએલ રાહુલ પણ ટાઈટલ મેચમાંથી બહાર થઈ ગયો છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) તરફથી રમતી વખતે રાહુલને ઈજા થઈ હતી. તે પછી તેણે બાકીની આઈપીએલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાંથી પોતાને બાકાત રાખ્યા. ભારતીય ટીમ મેનેજમેન્ટ રાહુલના સ્થાને કોઈ ખેલાડીની શોધમાં છે.
ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં રાહુલની ખોટ રહેશે. તેણે ઈંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં સારી બેટિંગ કરી હતી. તે ટીમ માટે ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. રાહુલે 315 રન બનાવ્યા હતા. અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેઓ રાહુલ (K L Rahul) ના બદલે ટીમમાં સામેલ થઈ શકે છે.
મયંક અગ્રવાલ
આ જમણા હાથનો ઓપનર બેટ્સમેન ભારતીય ટીમ માટે છેલ્લે માર્ચ 2022માં શ્રીલંકા સામે રમ્યો હતો. જે બાદ મયંકની ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પસંદગી કરવામાં આવી ન હતી. મયંક (Mayank Agarwal) આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrise Hyderabad) તરફથી રમી રહ્યો છે. તેનું ફોર્મ આ સિઝનમાં સારું નથી રહ્યું. મયંકે નવ મેચની નવ ઇનિંગ્સમાં 187 રન બનાવ્યા છે. જો કે, મયંકે રણજી ટ્રોફીની છેલ્લી સિઝનમાં જોરદાર સ્કોર કર્યો હતો. તેણે 13 ઇનિંગ્સમાં 82.50ની સરેરાશથી 990 રન બનાવ્યા હતા. આ દરમિયાન ત્રણ સદી અને છ અડધી સદી ફટકારવામાં આવી હતી.
મયંક 21 ટેસ્ટનો અનુભવ ધરાવે છે. તે રાહુલની ગેરહાજરીમાં ભારત માટે મિડલ અથવા ટોપ ઓર્ડરમાં ફિટ થઈ શકે છે. 32 વર્ષીયને પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્કની ઓસ્ટ્રેલિયન ત્રિપુટીનો સામનો કરવાનો અનુભવ છે. તેણે 2018માં ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું અને બે મેચમાં બે વખત 70થી વધુ રન બનાવ્યા હતા. મયંક જાણે છે કે ઓસ્ટ્રેલિયન બોલિંગનો સામનો કેવી રીતે કરવો. આવી સ્થિતિમાં તે ટીમ ઈન્ડિયા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
સરફરાઝ ખાન
મુંબઈનો બેટ્સમેન સરફરાઝ ખાન (Sarfaraz Khan)ઘણા સમયથી ટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવી રહ્યો છે, પરંતુ હજુ સુધી તે ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા નથી બનાવી શક્યો. રણજી ટ્રોફી 2022-23માં, સરફરાઝે નવ ઇનિંગ્સમાં 92.66ની સરેરાશથી 556 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. 25 વર્ષીય ખેલાડી 2019થી રણજી ટ્રોફીમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે 123.3ની એવરેજથી 2466 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને પાંચ અર્ધસદીનો સમાવેશ થાય છે. હવે સમય આવી ગયો છે કે પસંદગીકારો સરફરાઝને આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની યોગ્યતા સાબિત કરવાની તક આપે.
અભિમન્યુ ઇશ્વરન
ડિસેમ્બર 2022 માં બાંગ્લાદેશમાં આયોજિત થનારી ટેસ્ટ શ્રેણી માટે 27 વર્ષીય અભિમન્યુ ઇશ્વરન (Abhimanyu Easwaran) ની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. જોકે, તેને એકપણ મેચમાં રમવાનો મોકો મળ્યો ન હતો. રણજી ટ્રોફી 2022-23માં, બંગાળના બેટ્સમેને 14 ઇનિંગ્સમાં 66.50ની એવરેજથી 798 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદી સામેલ હતી. ઇશ્વરન લાંબા સમયથી પસંદગીકારોના રડાર પર છે. રણજી ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનને કારણે તેની ફરીથી ટીમમાં પસંદગી થવાની શક્યતાઓ વધી છે.
સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવનો ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને ટેસ્ટમાં રમવાનો મોકો પણ મળ્યો હતો, પરંતુ તે પોતાની છાપ છોડી શક્યો નહોતો. સૂર્યકુમાર ફક્ત આઠ રન જ બનાવી શક્યો હતો. આ પછી તે વનડે શ્રેણીમાં આઉટ ઓફ ફોર્મ થઈ ગયો હતો. જો કે, તેણે આઈપીએલ સાથે તેની લય શોધી કાઢી છે. સૂર્યકુમાર (Suryakumar Yadav) મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે અને ઓવલ ખાતે યોજાનારી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન બોલિંગને તોડી શકે છે.
ઈશાન કિશન
ઝડપી બેટિંગ કરવાની અને વિકેટ કીપ કરવાની ક્ષમતાને કારણે રાહુલની જગ્યાએ ઈશાન કિશન (Ishan Kishan) ની પસંદગી થઈ શકે છે. ટીમ ઈન્ડિયા પાસે અત્યારે માત્ર એક જ વિકેટકીપર કેએસ ભરત છે. રાહુલ કીપીંગ પણ કરે છે, પણ તે અત્યારે ટીમમાં નથી. આવી સ્થિતિમાં ઈશાનને વધારાના વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવી શકે છે.કિશનને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટનો ઘણો અનુભવ છે. ડાબોડી બેટ્સમેને 48 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 38.76ની એવરેજથી 2985 રન બનાવ્યા છે. કિશનને હજુ ટેસ્ટ મેચ રમવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તે પ્લેઈંગ-11માં સામેલ થઈ શક્યો નહોતો.