- પાવાગઢ તળેટીના છાજ દિવાળી ગામે સ્ટેટ હાઈવે ઉપર ૧૧ વર્ષો પૂર્વેના ગુન્હામાં…..
- ગોધરા એલ.સી.બી. એ એસ.ટી. બસના ટાયરમાં પંક્ચર પાડીને મુસાફરોને લૂંટવાના બનાવના મોસ્ટ વોન્ટેડ આરોપી રાજુ ડામોરને દબોચી લીધો.!!
@ mohsin dal, godhra
યાત્રાધામ પાવાગઢ તળેટીમાં ૧૧ વર્ષો પૂર્વે વહેલી સવારમાં ટપલાવાવ ગામ પાસે સ્ટેટ હાઈવે ઉપર આવી રહેલ એસ.ટી.બસના ટાયરમાં પંક્ચર પાડીને પથ્થરમારા સાથે મુસાફરોને લૂંટીને જંગલની ઝાડીઓમાં લૂંટારુ ટોળકી ફરાર થઈ જવાના તત્કાલીન સમયના ચકચાર ભર્યા ગુન્હામાં મોસ્ટ વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશના છાયણ ગામનો રાજુ હીમસિંગ ડામોર પાવાગઢ ખાતે દર્શન કરવા આવી રહયો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગોધરા એલ.સી.બી.ની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલ છટકામાં લૂંટના ગુન્હાના આ આરોપી રાજુ ડામોર ૧૧ વર્ષો બાદ પાવાગઢ બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપાઈ ગયો હતો.
પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે આજથી ૧૧ વર્ષ પેહલા વર્ષ ૨૦૧૨ માં આરોપી રાજુભાઈ હીમસિંગભાઈ ડામોર, રહે.છાયણ તા.થાંદલા,જી. જાબુઆ,મધ્યપ્રદેશનાઓએ પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલા ટપલાવાવ ગામથી છાજ દિવાળી ગામ તરફ જવાના રસ્તામાં ગુજરાત રાજ્ય એસ.ટી પરિવહન નિગમની એક એસ.ટી બસનું ટાયર પંકચર કરી બસ પર પથ્થર મારો કરી ભારે ભયનો માહોલ ફેલાવી એસ.ટી બસમાંથી લૂંટ કરી ફરાર થઈ જવા પામ્યો હતો જેમાં બનાવ અંગે જે તે વખતે વર્ષ ૨૦૧૨ માં પાવાગઢ પોલીસ મથકે આરોપી રાજુભાઈ ડામોર સામે લૂંટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને આ ગુન્હામાં પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ પંચમહાલ જિલ્લામાં વિવિધ સ્થળોએ ગુનાઓ આચરી વર્ષોથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયતમાં જોડાયા હતા. જેમાં બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી એલસીબી પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી હતી.
તે દરમ્યાન એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમીદાર પાસેથી ચોક્ક્સ બાતમી મળી હતી કે પાવાગઢ પોલીસ મથકે વર્ષ ૨૦૧૨ માં નોંધાયેલ એસટી બસમાં લુટની ઘટનાનો આરોપી રાજુભાઈ ડામોર હાલ પાવાગઢ ખાતે દર્શન કરવા માટે આવેલ છે જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે પાવાગઢ બસ સ્ટેન્ડ ખાતે ખાનગી વોચ રાખી લૂંટના આરોપી રાજુભાઈ ડામોરને ઝડપી લીધો હતો અને કાયદાકીય કાર્યવાહી અંતર્ગત પાવાગઢ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.