ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસો.દવારા આયોજીત ૪થી સબ જુનિયર બોઇઝ અને ગર્લ્સ વેસ્ટ ઝોન બોક્સીંગ ચેમ્પીયનશીપ્સ તા. ૫ થી ૭ માર્ચ, ૨૦૨૪ દરમ્યાન અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તથા દિવ, દમણ, દાદરાનગર હવેલીના બોક્સર્સ ભાગ લેશે. બંને ગ્રુપમાં ૧૪ વજન ગ્રુપમાં સ્પર્ધાઓ યોજાશે. ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસો. દવારા અગાઉ ૨૦૦૯ તથા ૨૦૧૮ માં સીનિયર ભાઈઓ માટેની વેસ્ટ ઝોન બોક્સીંગ સ્પર્ધા સુરત ખાતે યોજવામાં આવી હતી. ત્યાર બાદ માર્ચ ૨૦૨૨ માં સબ જુનિયર બોઇઝ તથા ગર્લ્સ માટેની વેસ્ટ ઝોન બોક્સીંગ ચેમ્પીયનશીપનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાના આયોજન માટે થનાર ખર્ચ માટે સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દવારા આર્થિક સહાય મંજુર કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓનું ઉદ્ઘાટન તા. ૫ માર્ચના રોજ સવારે ૧૧:૦૦ વાગે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ. નિનામા ના વરદ્ હસ્તે થશે. તા. ૬ માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ચીફ કોચ શ્રી એલ. પી બારિયા
અતિથિ વિષેશ તરીકે ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ્સ એનાયત કરશે. તા. ૭ માર્ચના રોજ યોજાનાર પૂર્ણાહુતિ સમારંભના મુખ્ય મહેમાન પદે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સેકેટરી શ્રી આઈ. આર. વાળા ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ્સ તથા બેસ્ટ બોક્સર્સ ટ્રોફી એનાયત કરશે.
આ સ્પર્ધાના ડાયરેક્ટર કોમ્પીટીશન તરીકે ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસો. ના મહામંત્રી શ્રી દિલીપ બ્રહ્મભટ્ટ રહેશે જ્યારે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી તરીકે ગોવાના સેક્રેટરી કુ. દનુષ્કા દ’ગામા ની નિમણુંક કરવામાં આવી છે