સુરત શહેર સહિત જિલ્લામાં ATMમાં રૂપિયા ઉપાડવા આવતાATM કાર્ડધારકો પાસેથી મદદ કરવાના બહાને પિન નંબર મેળવ્યા બાદ નજર ચૂકવી ATM કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતી ગેંગના બે સાગરીતો ની ઉધના પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં હાલ ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય ગુના ઉકેલાવાની શકયતાના પગલે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આરોપીઓ પોતાના મોજશોખ પુરા કરવા છેતરપિંડી આચરતા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસે 30 જેટલા એટીએમ કાર્ડ, એક બર્ગમેન મોપેડ, બે મોબાઈલ સહિત 1.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. ATMમાં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી ATM કાર્ડ બદલી નાખવામાં આવતા હતા.જ્યાં બાદમાં તે ATM કાર્ડથી અન્ય સ્થળે જઈ ATMમાંથી રૂપિયા ઉપાડી ફરાર થઈ જતા હતા.
આવી જ એક ગેંગને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે.આ ગેંગ છેતરપિંડીથી મેળવેલા રૂપિયાથી મોંઘા મોબાઈલ અને બર્ગમેન મોપેડની ખરીદી કરી પોતાના મોજશોખ પુરા કરતા હતા. ઉધના પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ગેંગના બંને શખ્સો પાસેથી અલગ અલગ બેંકના 30 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે, જે શહેર સહિત જિલ્લાના અલગ અલગ બેંક ATMમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો જોડે છેતરપિંડી આચરી મેળવ્યા હોવાની હકીકત સામે આવી છે.
આરોપી અંકિત ઉર્ફે લલ્લા યાદવ અને ઋત્વિક ઉર્ફે ભોલાસિંગની પૂછપરછમાં બે ગુનાઓના ભેદ ઉકેલાઇ ગયા છે, જેમાં ડીંડોલી અને પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો સમાવેશ થાય છે.
પોતાના મોજશોખ પુરા કરવા આરોપીઓ દ્વારા સુરતના ઉધના,ડીંડોલી,પાંડેસરા, પલસાણા સહિતના જિલ્લાઓમાં પણ આ પ્રકારે અનેક ગુના આચરી ચુક્યા છે. જે ગુનાઓના ભેદ પણ ઉકેલાવાની શકયતા રહેલી છે. ઝડપાયેલા આરોપીઓ નશાની ટેવ વાળા પણ છે. આ બંને આરોપીઓની હાલ ધરપકડ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવા 15 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી
World Cancer Day: દેશમાં માત્ર એક વર્ષમાં 14 લાખ લોકોને થયું કેન્સર, આ છે કારણ