@સચીન પીઠવા સુરેન્દ્રનગર
MURDER: સુરેન્દ્રનગર શહેરમાં એક યુવકને કિન્નર સાથે અનૈતિક સંબંધમાં રાખવા ભારે પડ્યા હતા અને યુવકને કિન્નર એ મળવા બોલાવી પેટ્રોલ છાટી જીવતો સળગાવતા યુવકને સારવાર હેઠળ ખસેડાયો હતો અને પોલીસ એ આરોપી કિન્નરને ઝડપી પુછપરછ હાથ ધરી છે….
સુરેન્દ્રનગર શહેરના બંશીધર સોસાયટીમાં રહેતા યુવક ધીરૂ પરાલીયા મુળચંદ નજીક નર્મદા કેનાલ પાણી સળગતી હાલતમા હોઇ કોઇએ 108 ને જાણ કરતા યુવકને સળગેલી હાલતમાં પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે અમદાવાદ રીર્ફર કરતા સુરેન્દ્રનગર એ. ડીવીઝન પોલીસ દોડતી થયેલ અને અમદાવાદ પોહોચી યુવકની પુછપરછ હાથ ધરતા યુવક અલગ અલગ નિવેદનો આપી અને પોલીસને ગુમરાહ કરતો હતો અને તેને કોઇ બાઇક ચાલકો એ પેટ્રોલ છાતી સળગાવી દીધાની કહાની કરતો હતો.
જેથી પોલીસે બાતમીદારોને કામે લગાડી અને તપાસ હાથ ધરતા પોલીસને ખબર મળી હતી કે ભોગ બનનાર યુવકને કોઇ કિન્નર સાથે સુવાળા સંબંધો છે જેથી પોલીસે આરોપી કિન્નર યોગ્શ ઉર્ફે સાનિયા નામના 80 ફુટના રોડ પર રહેતા ની તપાસ કરતા તે પણ ગુમ હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરતા તેનુ મોબાઇલ લોકેશન દ્રારકા આવતુ હતુ જેથી પોલીસ એ દ્રારકા પોલીસની મદદથી કિન્નર સાનિયા ને ઝડપી સુરેન્દ્રનગર લાવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો..
કિન્નરની પુછપરછ હાથ ધરતા તેણે કબુલાત આપી હતી કે તેને ભોગ બનનાર યુવક ધીરૂ સાથે બે વર્ષ અગાઉ અનૈતિક સંબંધો હતો અને ત્યાર બાદ આ સંબંધો બંધ થયા હતા છતા ધીરૂ પરાલીયા પરાણે આવા સંબંધો રાખવા દબાણ કરતો હતો વારમ વારની આવી અનૈતિક સંબંધોથી કિન્નર સાનિયા કટાંળેલ જેથી તેણે રાતના 12/30 કલાકે ધીરૂ પરાલીયાને મુળચંદ ગામ નજીક નર્મદા કેનાલ પર સંબંધ બાંધવાના બહાને બોલાવીયો હતો અને તે બન્ને જણા ત્યા પોહોચતા ધીરૂ પરાલીયા એ છેડછાડ ચાલુ કરતા કિન્નર સાનિયા એ સંબંધો પુરા કરવા સમજાવતા વાત બગડી હતી જેથી કિન્નર સાનિયા પહેલા થી જ તૈયારી સાથે આવેલ હોઇ બોટલમાં ભરેલ પેટ્રોલ ધીરૂ પરાલીયા પર છાટી ને દીવાસળી ચાપી અને ત્યાથી ફરાર થયેલ અને દ્રારકા ભાગી ગયેલ..
હવે પોલીસે યુવક ધીરૂ પરાલીયાની ફરીયાદ લઈ અને કિન્નર પર કાયદાકીય ગાળીયો તૈયાર કર્યો છે પરંતુ આ ઘટના સમાજ માટે પણ આંખ ખોલનારી છે કે આજનો યુવક આમ કિન્નર સાથે આડા સંબંધો રાખી અને પોતાની જીંદગી બરબાદ કરતા હોઇ છે…પરંતુ સુરેન્દ્રનગર જીલ્લામાં આવી ઘટના બનતા હવે આરોપી કિન્નર સાનિયાને કાનુન શુ સજા આપે છે તે જોવુ રહ્યુ…
ટ્રીન… ટ્રીન..!30 વર્ષથી મહુવામાં PGVCLમાં ફરિયાદ માટે એક જ કોલ સેન્ટર, ફરિયાદીઓની વધી તકલીફ
કોકોપીટના(cocopeat) ઉપયોગથી પાવાગઢ ડુંગર લીલોછમ બન્યો: નારિયેળથી થતી ગંદકી અટકી