@paresh parmar, amreli
રાજ્યના હવામાનમાં છેલ્લા બે દિવસથી પલટો જોવા મળી રહ્યો છે.જેને પગલે અનેક વિસ્તારોમાં મીની વાવાઝોડા સાથે વરસાદ ખાબકી રહ્યો છે.તેવામાં અમરેલી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવા અને પતરાઓ ઉડવાના બનાવો પણ સામે આવ્યા હતા.તેમજ અમરેલી શહેરમાં કલાકો સુધી વીજળી ગુલ થઇ ગયેલ હતી. જયારેજાફરાબાદ પંથકમા ભારે પવન સાથે કર પડ્યા હતા.
અમરેલી શહેરમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.ધૂળની આંધી છવાતા શહેરમાં અફરા તફરી જોવા મળી હતી અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ શરુ થયો હતો.તો ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ ખાબક્યો હતો
સાવરકુંડલા
સાવરકુંડલા શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાતા મીની વાવાઝોડું ફૂંકાયું હતું ને નદી બજાર ના પતરા અને નાના હોર્ડિંગ હવામાં ઉડતા હતા તો કાચા મકાનોના નળિયા ઉડ્યા હોવાની વિગતો મળી રહી છે ત્યારે અચાનક આવેલા ભારે પવનને કારણે વીજળી ગુલ થઈ ગયેલ હતી ને ભારે પવન ને કારણે સોસાયટી વિસ્તારો અને બહારના વિસ્તારોમાં ભારે ધૂળની ડમરીઓ જોવા મળતી હતી જ્યારે રજવાડા વખતનો રાજ દરબારગઢ ના નળિયા પણ નીચે ખાબક્યા હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે પ્રી મોન્સુન કામગીરીઓ અગાઉ સાવરકુંડલા શહેરમાં જુનવાણી મકાનો વધું પડતા હોય ત્યારે આવા મકાનો ચોમાસામાં તાકીદે રિપેર કરાવો અથવા પાલિકા તંત્ર દ્વારા આવા જુનવાણી બિલ્ડિંગો, મકાનો જે જર્જરીત હાલતમાં ઊભી હોય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠવા પામી છે.