@મોહસીન દાલ, ગોધરા
સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલી રહેલા સાંપ્રત વિવાદિત માહૌલ વચ્ચે જ કાલોલના ભા.જ.પ.ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો એક સભામંચ ઉપરથી ભાષણ આપતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, એમાં ભા.જ.પ.ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સભામંડપમાં હાજર રહેલા લોકોને કહી રહયા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ ધર્મ નથી એ માત્ર નાણાં ઉઘરાવનારી સંસ્થા જ છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને ધર્મનું કોઈ જ્ઞાન નથી અને વ્યભિચારી છે અને મંદિરોમાં વારંવાર ઝઘડાઓ પણ થતા હોવાનું બહાર આવતું હોય ત્યારે આપણા દેવી દેવતાઓનું અપમાન કરનાર સ્વામિનારાયણ સંપ્રદાય બતાવે કે સહજાનંદ સ્વામી હતા કોણ.? એ તો કહો આપણા સનાતન ધર્મની નિંદા કરનારાઓને આપણા ગામમાં ઘુસવા દેશો નહિ ના સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂધ્ધ આકરા તેવરો દેખાડતા કાલોલ ભા.જ.પ.ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિવાદિત ભાષણનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
‘સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી પૈસા ઉઘરાવતી એક સંસ્થા જ છે’ : કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ pic.twitter.com/7G8sWAvyfl
— 1nonlynews.com (@1nonlynews) September 12, 2023
કાલોલ ભા.જ.પ.ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લેતા ભાષણ આપતો વિડીયો સંભવતઃ સગનપુરા ખાતે યોજાયેલ એક સમારંભના સભામંચનો હોવાનું કહેવાય છે. એમાં સાળંગપુર ખાતે દેવી દેવતાઓનું અપમાન કરવાના સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂધ્ધ ઉભા થયેલા સનાતન ધર્મના સંતોના ઉગ્ર આક્ષેપોના ચાલી રહેલા આ વિવાદ વચ્ચે કાલોલ ભા.જ.પ.ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લઈને ઝંપલાવતા ધાર્મિક અને રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવે એવા સંકેતો દેખાઈ રહયા છે.!!
https://x.com/1nonlynews/status/1701583034963882346?s=20
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8