ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં અકસ્માતની વણઝાર ચાલુ રહી છે. બેફામ વાહન ચાલકોની ફાસ્ટ રફતારના કારણે નિર્દોષ વાહન ચાલકોના મોત નિપજતા હોય છે. બેફામ વાહન ચાલકોને કાયદાનો ભય રહ્યો નથી. આવી જ એક ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના છેવડાના ગામની મેઘરજના વાંસળી ગામમાં ફરજ બજાવતા શિક્ષકની શાળાએ જતા અકસ્માતમાં મોત થયું છે.
વાંસળી પ્રાથમિક શાળાના શિક્ષક અને શીણાવાડના વતની એવા જયંતિ ભાઈ માસુરભાઈ મકવાણાનો શાળાએ જતા અકસ્માત થયો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા નાથાવાસ પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘાયલ શિક્ષક જયંતીભાઈ મસુરભાઈ મકવાણાને વધુ સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન શિક્ષકનું મોત નીપજ્યું હતી. માલપુર સીએચસી ખાતે શિક્ષકના મૃતદેહનું પી.એમ કરાયું હતું. માલપુર પોલીસ સ્ટેશન અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ
….આ કારણો છે જે આજે પણ લોકને ટાઇટેનિક તરફ આકર્ષિત કરે છે
સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 5 અરબોપતિ કોણ હતા?