ભારત (india) અને ઇંગ્લેન્ડ (england) વચ્ચે રમાનાર બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમને તેના પ્લેઇંગ-11માં ફેરફાર કરવા પડ્યા છે. કારણે કે રવિન્દ્ર જાડેજા અને કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયા છે. આવી સ્થિતિમાં પસંદગીકારોએ સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમારને ટીમમાં સામેલ કર્યા છે. તેના પર પૂર્વ ક્રિકેટર હરભજન સિંહનું માનવું છે કે, “ટીમ સિલેક્શનને જોતા સ્પષ્ટ લાગે છે કે વિશાખાપટ્ટનમમાં પણ સ્પિનિંગ ટ્રેક હશે. બેટિંગમાં અનુભવનો અભાવ છે જેથી મને એ પણ ડર છે કે ODI World Cup 2023ની ફાઈનલ જેવું કંઈક ભારત સાથે થઈ શકે છે.”
પુજારા જેવા અનુભવી ખેલાડીના સ્થાને સરફરાઝની પસંદગી અયોગ્ય
હરભજન સિંહે (harbhajan singh) કહ્યું, “બીજી ટેસ્ટ મેચ માટે પસંદ કરવામાં આવેલી ટીમમાં રોહિત શર્મા (rohit sharma) પછી આર અશ્વિન (r ashwin) ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ રીતે બેટિંગમાં અનુભવનો અભાવ છે. તેઓએ સરફરાઝ ખાનને (sarfaraz khan) પસંદ કર્યો છે, જે એક પણ મેચ રમ્યો નથી, જ્યારે ચેતેશ્વર પુજારા જેવો ખેલાડી હાલમાં રણજી ટ્રોફીમાં સતત રન બનાવી રહ્યો છે. આ સિવાય તેઓએ બે સ્પિનરોને ટીમમાં સામેલ કર્યા છે. આ સૂચવે છે કે વિશાખાપટ્ટનમમાં સ્પિન ટ્રેક હશે, પરંતુ પ્રશ્ન એ છે કે તેના પર ભારત માટે રન કોણ બનાવશે.”
બેટિંગ મુજબ લાઇનઅપ નબળી
હરભજને કહ્યું, “ટીમ સારી દેખાય છે, પરંતુ અનુભવનો અભાવ છે. હા, રોહિત શર્મા છે, પરંતુ તેના પછી સર્વશ્રેષ્ઠ રન-સ્કોરર અશ્વિન છે. બેટિંગ મુજબ, લાઇનઅપ નબળી લાગે છે અને જો તેઓ ટર્નિંગ ટ્રેક પર રમે છે, જે મને લાગે છે કે તેઓ કરશે, કારણ કે તેઓએ કુલદીપ યાદવ, અશ્વિન અને અક્ષર પટેલ સાથે વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો છે. મને ડર છે કે ઈંગ્લેન્ડ માટે ટર્નિંગ પિચ બનાવ્યા પછી ભારત હારી શકે છે. આ બેટિંગ યુનિટ યુવા છે, તેઓને સમયની જરૂર છે અને જો તેઓને સારો ટ્રેક મળે તો તેઓ સારું પ્રદર્શન કરી શકે છે.”
યુવા ખેલાડીઓને મદદ મળે તેવો ટ્રેક તૈયાર કરવો જોઈએ
હરભજન સિંહે આ વાત એટલા માટે કહી કારણ કે ODI World Cup 2023ની ફાઇનલમાં ભારતે સ્પિન ટ્રેક તૈયાર કર્યો હતો, પરંતુ તેના પર ભારતીય બેટ્સમેનોને જ મુશ્કેલી થઇ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં જીત મેળવી હતી અને ટ્રેવિસ હેડે શાનદાર સદી ફટકારી હતી. આ અંગે ભજ્જીએ કહ્યું, “જો વિશાખાપટ્ટનમમાં પણ આવો જ ટ્રેક બનાવવામાં આવે તો અમે હૈદરાબાદ અને અમદાવાદની જેમ પોતે ફસાઈ શકીએ છીએ.” હરભજનનું માનવું છે કે સારો ટ્રેક તૈયાર કરવો જોઈએ જેથી યુવા ખેલાડીઓને મદદ મળી શકે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગુજરાતમાં દત્તક લીધેલા બાળકની હત્યા કરી કપલ લંડનમાં કરતું હતું મોજ, હવે કરોડોના કોકેન કેસમાં ઝડપાયું
36 સેકન્ડમાં હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ યુએસમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું ભયાનક મોત
અલ્લુ અર્જુનની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, ‘પુષ્પા 2’ના મેકર્સે આપ્યું મોટું અપડેટ