પાટણમાં ચડ્ડી બનીયાનધારી ટોળકીનો આતંક સામે આવ્યો છે. રાતના સમયે ચોરી કરવા માટે ત્રાટકતી આ ટોળકીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: શહેરના એન ડિવિઝન ટ્રાફીક પોલિસ મથકે ફરજ બજાવા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
મળતા અહેવાલ પ્રમાણે, આ ચડ્ડી બનીયાનધારી ટોળકી શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલી સોસાયટીમાં ચોરી કરવા જતાં સીસીટીવીમાં કેદ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત શહેરની અન્ય સોસાયટીના પણ એક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
સીસીટીવીમાં કેદ થયેલા તસ્કરો યશ વિલા સોસાયટીમાં આવેલા મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. આ લખાય છે, ત્યાં સુધી કેટલા મકાનોમાં ચોરીનો પ્રયાસ થયો તેની તપાસ પોલીસે હાથ ધરી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU