thalapati vijay: સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. વિજય તેમની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. ચાહકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. વિજય ઘણા સમયથી ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે અને હવે તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, તે રાજનીતિની દુનિયામાં પ્રવેશવા જઈ રહ્યાં છે. એક્ટરે તાજેતરમાં જ પોતાની રાજકીય પાર્ટીનું નામ પણ જાહેર કર્યું હતું. વિજયે પોતાની પાર્ટીનું નામ તમિલાગા વેત્રી કઝગમ (Tamilaga Vetri Kazham) રાખ્યું છે.
એક્ટરને લઇને વધુ એક અપડેટ સામે આવી રહ્યું છે, વિજય થલાપતિએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે અભિનય છોડી દેશે કારણ કે તે રાજકારણમાં પ્રવેશ્યા પછી સામાન્ય લોકો માટે કામ કરવા માંગે છે.
એક્ટરની છેલ્લી ફિલ્મ ‘થલાપથી 69’
વિજય થલાપતિએ પણ જાહેરાત કરી હતી કે ‘થલપથી 69’ તેમની છેલ્લી ફિલ્મ હશે. હવે આ ફિલ્મ વિશે વાત કરીએ તો, એવું કહેવામાં આવી રહ્યું છે કે થલાપથી 69 (Thalapathy 69)નું નિર્દેશન ‘જવાન’ના ડિરેક્ટર એટલી કરશે. આવી સ્થિતિમાં, એવી આશા રાખવામાં આવે છે કે, એટલીના કારણે થલપતિ વિજયને તે હિટ ફિલ્મ મળી શકે છે જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
વિજય થલાપતિની એટલી સાથેની ફિલ્મો હિટ રહી હતી
વિજય થલાપતિ સાથે એટલીએ ‘માર્સલ’, ‘થેરી’ અને ‘બિગિલ’ જેવી ફિલ્મો બનાવી અને ત્રણેય ફિલ્મો હિટ રહી હતી. પરંતુ આ પછી આવેલી થલાપતી વિજયની તમામ ફિલ્મો ફ્લોપ રહી હતી. આવી સ્થિતિમાં એટલી વિજયની આ છેલ્લી ફિલ્મનું નિર્દેશન કરશે તેવી ચર્ચા થઈ રહી છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર થયું નથી.
એક ઈન્ટરવ્યુમાં એટલીએ ચોથી વખત થલાપતિ વિજય સાથે ફિલ્મ બનાવવાની વાત કરી હતી. તેમણે યુટ્યુબર ગોપીનાથને આપેલા ઈન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે, તેની આગામી ફિલ્મ શાહરૂખ ખાન અને થલાપતિ વિજય સાથે હશે. બંને સ્ટાર્સ આ ફિલ્મ માટે તૈયાર છે.
થલાપતિ વિજયના રાજકીય પક્ષ વિશે વાત કરતાં કહ્યું કે, તેઓ આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે. અલબત્ત, અભિનેતાએ ‘થલાપથી 69’ને તેની છેલ્લી ફિલ્મ ગણાવી, પરંતુ એમ પણ કહ્યું કે તમિલનાડુના લોકોની સેવા કરવાની સાથે, તે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખશે.
whatsapp group please click below link nbmn
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવા 15 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી
હચમચાવતી ઘટના, પિતાના ટ્રેક્ટર નીચે કચડાઈ જતા 5 વર્ષના માસુમ પુત્રનું મોત
World Cancer Day: દેશમાં માત્ર એક વર્ષમાં 14 લાખ લોકોને થયું કેન્સર, આ છે કારણ