- ચોમાસામાં ગંદકીમાં માખી મચ્છરને લઇ રોગચાળો ફેલાવાનોભય
- સફાઇ નહીં કરવામાં આવેતો આંદોલન કરવાની ફરજ પડશે:રહીશો
@સચિન પીઠવા, સુરેન્દ્રનગર
થાનગઢમાં વોર્ડનં.4માં સફાઇના અભાવે ભુગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યા રહે છે.આથી એક વર્ષ જેટલા સમયથી લોકો રજૂઆત કરવા છતા સમસ્યા જેમની તેમ છે.હાલ ચોમાસામાં ગંદા પાણી ઘરો સુધી પહોંચતા લોકો રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
થાનગઢમાં પાલિકા દ્વારા લોકોની સુવિધા માટે અને ગંદા પાણીથી મુક્તી માટે કરોડોના ખર્ચે ભુગર્ભ ગટરનાંખવામાં આવી છે.પરંતુ ગટરની સફાઇ નથવી બુરાણ થવુ સહિતને લઇ ઉભરાવાની સમસ્યા રહેતા લોકોને સુવિધા દુવિધા રૂપબની છે. થાનગઢ વોર્ડ નં.4ના રહીશો ભિગર્ભ ગટરોના પાણીની સમસ્યાથી છેલ્લા 1 એક વર્ષથી પણ વધારે સમયથી જ્જુમી રહ્યા છે.આ અંગે વિસ્તારના જીતુભાઇ ચાવડાએ જણાવ્યુ કે ગટરના ગંદા પાણીહાલ લોકોના ઘરોમાં પાણી ઘુસી રહ્યા છે.
ત્યારે માખી મચ્છરના ઉપદ્રવથી પરિસ્થિતી ખુબજ ખરાબ હોવાથી લોકોને પોતાના સ્વાસ્થ્યને હાની પહોંચવાનો ડર સતાવી રહ્યો છે.થાનગઢ વોર્ડ નંબર ચારની અંદર અપક્ષ અને કોંગ્રેસના સભ્ય ચૂંટાયા હોવાથી પાલિકાના ભાજપનું શાસન હતુ એટલે ઓરમાયુ વર્તન થયુહતુ.હાલ વહિવટદાર શાસનમાં પણ લોકો હેરાન જ છે.આ વોર્ડની અંદર મોટાભાગના લોકો મજૂરી કામ કરીને ચલાવી રહ્યા છે 3000ની વસ્તી ધરાવતો વોર્ડનો વિસ્તાર છે.અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાના આખે મોતિયો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર અને થાન નગરપાલિકાના વહીવટદાર મામલતદારનેવિસ્તારની સમસ્યાનો નિરાકરણ લાવવાની વિનંતી કરી હતી. બિમારીના કારણે કોઈપણનું મૃત્યુ થશે તો થાન નગરપાલિકાની જવાબદારી રહેશે અને જો નહીં કરવામાં આવે આવતા દિવસોની અંદર ગાંધીજીના માર્ગે નગરપાલિકા સામે આંદોલન કરવામાં આવશે.