@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં હૅલોદર ગામની યુવતીની ઝાડ પર ટીંગાયેલી લાશ મળી આવી છે. ગળામાં દુપટ્ટો બાંધેલી હાલતમાં યુવતી ની લાશ મળતા ચારે બાજુ ચકચાર મચી ગઈ હતી. હૅલોદર નજીકનાં ડુંગર પર ઝાડ સાથે લટકતી હાલતમાં મળેલી યુવતી હૅલોદર ગામની હોવાનું બહાર આવ્યું હતું.
સ્થાનિકો દ્વારા આ ઘટના અંગે માલપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવતી હેલોદર ગામની સોમીબેન ભરતભાઈ પગી હોવાની વિગત પોલીસે મેળવી છે. મૃતકની લાશનો કબ્જો લઇ પોલીસે પોસ્ટ મોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી છે. ઝાડની ઊંચાઈ જોતા મૃતક યુવતીના મોત બાબતે અનેક પ્રકારનાં તર્ક વિતર્ક થઇ રહ્યા છે.