બલિયામાં લગ્નમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં 568 યુગલો સાથે થઈ છેતરપિંડી
ઉત્તર પ્રદેશના બલિયા ગામમાં લગ્નમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 568 યુગલો સાથે મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનામાં છેતરપિંડી થઈ છે. અહીં સેંકડો છોકરીઓએ વર વગર જ લગ્ન કર્યા અને પોતાને જ હાર પણ પહેરાવી જોવા મળી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલમાં આ મામલે FIR નોંધવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સેંકડો કન્યાઓ વર વગર પરણી
મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ સરકાર 51 હજાર રૂપિયા આપે છે. તેમજ તેનું આયોજન દરેક જિલ્લામાં કરવામાં આવે છે. બલિયા જિલ્લામાં 568 યુગલોના લગ્ન થયા. પરંતુ હવે તેમાં છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં સેંકડો કન્યાઓના વિવાહ વર વગર જ થયા હતા. ઘણી નવવધુઓ પોતાના જ ગળામાં હાર પહેરાવતી જોવા મળી છે. તેમજ આ ઉપરાંત ઘણી મુસ્લિમ કન્યાઓ પણ પોતાને જ જાતે હાર પહેરાવી રહી હતી.
UP के जिला बलिया में बिना दूल्हों वाली शादी –
मुख्यमंत्री सामूहिक विवाह योजना से 25 जनवरी को 568 जोड़ों की शादी हुई। बड़ी संख्या में दूल्हे के बिना ही दुल्हनों को माला पहना दी गई। कइयों की शादी कई साल पहले हो चुकी थी। कई आपस में भाई-बहन थे। ये सब हुआ सिर्फ कपल्स बनकर फोटो… pic.twitter.com/UNkYDLwj0h
— Sachin Gupta (@SachinGuptaUP) January 31, 2024
સરકારી તિજોરીમાંથી પૈસા લેવા કરી છેતરપિંડી
આ મામલાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ છોકરીઓ ત્યાં ફરવા માટે આવી હતી. જેને પૈસાની લાલચ આપીને સામૂહિક લગ્ન યોજનામાં ભાગ લેવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી કાગળ પર યોજના દેખાડીને સરકારી તિજોરીમાંથી પૈસા લેવામાં આવે.
આ મામલાની તપાસ હાથ ધરાઈ
જયારે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો ત્યારે મોટી બબાલ થઇ હતી. આ મામલે વધુ માહિતી આપતા CDOએ એક નિવેદનમાં કહ્યું કે, ’20 સભ્યોની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. હાલ મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ મળતું ભંડોળ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 પાત્રોની તપાસમાં 8 લોકો નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમની સામે કેસ નોંધીને વસૂલાત કરવામાં આવશે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગેંગવોર ફરી સક્રિય થયાના અણસાર, રૂપિયાની લેતી દેતીમાં ગેંગના લોકોએ યુવકની મધરાતે કરી હત્યા
સુરતમાં ફરી સંબંધો લજવાયા! પાંચ સંતાનોના નરાધમ પિતાની કરતૂત વાંચી તમારું પણ લોહી ઉકળી ઉઠશે!
‘ઘર ખરીદો અને મફત પત્ની મેળવો’ : મિલકત વેચવા માટે પ્રોપર્ટી ડીલરે જાહેરાતમાં વટાવી તમામ હદ