(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો જપ્ત કરીને મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હોય દરમિયાન રવિરાજ ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હોય ત્યારે ધરમપુર પાટીયા નજીક આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે એક શખ્સ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયો હતો.
જેથી પોલીસે કાર જીજે ૩૬ આઈસી ૦૯૪૮ ની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૨૦ કીંમત રૂપિયા ૬૨૪૦૦/- નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા પોલીસે કાર અને દારૂના જથ્થા સહીત કુલ મુદામાલ કીંમત રૂપિયા ત્રણ લાખ બાસઠ હજાર ચારસો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં મોરબી તાલુકા પોલીસના કે.એ.વાળા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, રઘુવિરસિંહ પરમાર, ફતેસંગ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, કેતનભાઇ અજાણા, જયદીપભાઇ પટેલ, કુલદિપભાઇ કાનગડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દેવશીભાઇ મોરી, હરપાલસિંહ ઝાલા જોડ્યા હતા.
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
cyclone :વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?