અરવલ્લી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આજે બપોરે લોકોના મોબાઈલ ફોનમાં એક ઈમરજન્સી સાયરન વાગવા લાગ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર આગામી 6-8 મહિનામાં સેલ બ્રોડકાસ્ટ ટેક્નોલોજી આધારિત ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેના અન્વયે, દેશના તમામ રાજ્યોમાં પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકાઓમાં પોતાના મોબાઈલ ફોનમાં એલર્ટ મેસેજ આવ્યો,, આ સિમ્પલ ટેસ્ટિંગ મેસેજ હતો જે હિન્દી અને ઈંગ્લિશમાં લોકોને દૂરસંચાર વિભાગે જાહેરાત કરી કે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી, તે આપત્તિ દરમિયાન ઇમરજન્સી સંદેશાવ્યવહારને વધારવા અને આપણા મૂલ્યવાન નાગરિકોની સલામતી અને સુખાકારીની ખાતરી કરવા માટે સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ પરીક્ષણ હાથ ધરશે,, સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ એક અત્યાધુનિક ટેક્નોલોજી છે જે આપણને નિયુક્ત ભૌગોલિક વિસ્તારની અંદરના તમામ મોબાઇલ ઉપકરણો પર આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ અને સમય-સંવેદનશીલ સંદેશાઓ મોકલવાની મંજૂરી આપે છે. એ વિસ્તારમાં હાજર તમામ લોકોને પ્રાપ્ત થાય છે. આ સુનિશ્ચિત કરે છે કે મહત્વપૂર્ણ કટોકટીની માહિતી શક્ય હોય એટલા લોકો સુધી સમયસર પહોંચે. તેનો ઉપયોગ સરકારી એજન્સીઓ અને કટોકટી સેવાઓ દ્વારા લોકોને સંભવિત જોખમો વિશે જાણ કરવા અને ગંભીર પરિસ્થિતિઓ દરમિયાન તેમને માહિતગાર રાખવા માટે કરવામાં આવે છે.