લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના એક દિવસ બાદ ચૂંટણી પંચે ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે. પંચે કહ્યું કે હવે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ ચૂંટણી માટે મતગણતરી 4 જૂનને બદલે 2 જૂને થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 7 તબક્કામાં શરૂ થશે.
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની મતગણતરી હવે 2 જૂને થશે. અગાઉ તે 4 જૂને યોજાવાની હતી. ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આ બે રાજ્યો સહિત ચાર રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે કરાવવાની જાહેરાત કરી છે.
બંને રાજ્યોમાં મતદાનની તારીખ 19 એપ્રિલ છે. સમગ્ર દેશની સાથે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા માટે પણ 4 જૂને મતગણતરી થવાની હતી.
ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ બંનેની વિધાનસભા ગૃહનો કાર્યકાળ અને અવધિ 2 જૂને સમાપ્ત થઈ રહી છે. તેને જોતા ચૂંટણી પંચે મત ગણતરીની તારીખમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે હવે આ બંને રાજ્યોમાં મતગણતરી 4 જૂનને બદલે 2 જૂને થશે.