નાનપુરા વિસ્તારમાં ખંડેરાવપુરા માછીવાડ ખાતે રહેતો પીન્કેશ ઉર્ફે પીન્ટુ રમેશભાઈ નવસારીવાલા માથાભારે તરીકે છાપ ધરાવે છે. આ ઉપરાંત તેના ભાઈ દિવ્યેશ નવસારીવાલાના રેતીના ધંધામાં સાથે સંકળાયેલો છે. પીન્ટુ અને અક્ષુ ઉર્ફે અવી પટેલ વચ્ચે પૈસાની લેતી દેતી હતી. જેના કારણે બને વચ્ચે ચ મહિના અગાઉ પણ ઝઘડો થયો હતો. ત્યારબાદ ગતરોજ રાત્રે ફરીથી પીન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની લેતીદેતી મામલે ફોન પર ઝઘડો થતાં તેઓએ મોડી રાત્રે દોઢથી પોણા બે વાગ્યાના અરસામાં અઠવાગેટ પાસે ભગવાન મહાવીર હોસ્પિટલ પાસે મટકા ચાની બહાર મળવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન પીન્ટુ નવસારીવાલા ત્યાં પહોંચ્યો ત્યારે અક્ષુ કારમાં તેના અન્ય પાંચ મિત્રો સાથે ત્યાં આવ્યો હતો. જ્યાં પીન્ટુ અને અક્ષુ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
જેથી અક્ષુ અને તેના સાથી મિત્રોએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી પીન્ટુના પેટમાં તથા પડખામાં ઉપરાછાપરી ત્રણ ઘા અને શરીરના અન્ય ભાગમાં બે ઘા એમ કુલ પાંચ ઘા ઝીંકી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. બાદમાં અક્ષુ અને તેના મળતીયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ઉમરા પોલીસનો કાફલો ઘટના પહોંચી ગયો હતો. ઉપરાછાપરી ઘા મારવાને કારણે પીન્ટુ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઉમરા પોલીસે મોડીરાત્રે જ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસે ચીખલી હાઇવે પાસેથી માથાભારે અવી દિપક પટેલ ઉર્ફે અક્ષુ તથા ધર્મેશ ગજ્જર, બાલાજી અને અન્ય એક મળી કુલ ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે મોડીરાત્રે આ તમામના નિવેદન લઇ ધરપકડ કરી રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગેંગવોર ફરી સક્રિય થયાના અણસાર, રૂપિયાની લેતી દેતીમાં ગેંગના લોકોએ યુવકની મધરાતે કરી હત્યા
સુરતમાં ફરી સંબંધો લજવાયા! પાંચ સંતાનોના નરાધમ પિતાની કરતૂત વાંચી તમારું પણ લોહી ઉકળી ઉઠશે!
ગુજરાતમાં દત્તક લીધેલા બાળકની હત્યા કરી કપલ લંડનમાં કરતું હતું મોજ, હવે કરોડોના કોકેન કેસમાં ઝડપાયું