શહેરના વાસણા વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ પશ્ચિમ મહિલા પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. તેણે પોલીસ ફરિયાદમાં કહ્યું કે, તેના સસરાએ તેને કહ્યું હતું કે, તેમને બધી વાતનું સુખ છે, માત્ર રાતનું સુખ નથી. આ બાદમાં તેમની સાથે શારિરીક સંબધ બનાવવાનું કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન મહેસાણાના કડી જિલ્લાના એક ગામના યુવક સાથે ગત વર્ષે થયા હતા. લગ્ન બાદ નવપરણીત દંપતી જ્યારે રાજસ્થાન ફરવા જવાનું હતુ ત્યારે સસરાએ પણ સાથે આવવાની વાત કરી હતી. પરંતું બાદમાં તેઓ આવ્યા ન હતા. ત્યાર બાદ સસરા દીકરા અને વહુની અંગત જિંદગીમાં લખલગીરી કરવા લાગ્યા હતા. તેઓ સતત વહુને બોલાવીને તેમના અંગત જીવન વિશે પૂછપરછ કરતા હતા.
આખરે કંટાળેલી વહુએ પતિ અને સાસુને આ વિશે વાત કરી હતી. પરંતુ બંનેએ તેની વાતને ગણકારી ન હતી. તેના પતિએ જવાબ આપ્યો હતો કે, આવું ચાલ્યા કરે. તે પપ્પા છે તેમની વાતને ધ્યાનમાં નહી લેવાની.
આ બાદ એક દિવસ સાસુ શાકભાજી લેવા ગયા હતા ત્યારે સસરા રસોડામાં આવ્યા હતા. તેઓેએ આવીને વહુને કહ્યું કે, મારી પાસે બધુ જ સુખ છે. ખાલી રાતનું સુખ નથી. જે મારી પત્ની મને આપી શકતી નથી. તે સુખ તું મને આપીશ?
આ સાંભળીને વહુના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સાથે જ સસરાએ વહુને ધમકી આપી હતી કે આ વાત તુ મારા દીકરા કે પત્નીને કહીશ તો હું આત્મહત્યા કરી લઇશ. આ બાદ પતિ અને સાસુને કહેતા તેમણે તેને ધમકાવી હતી અને પતિ તેને પિયરમાં મુકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.