The Kerala Story ફિલ્મને લઇ અનેક વિવાદ સામે આવી ચુક્યા છે. પરંતુ ફિલ્મમાં બતાવવામાં આવેલી સ્ટોરી અને સંવાદમાં ક્યાંક તો સત્ય છે. શું તમે બાળકોને ધાર્મિક સંસ્કાર આપ્યા છે. પ્રભુ ભક્તિ શીખવી છે. ઘરમાં રામાયણ કે ગીતા છે. પરંતુ ક્યારેય બાળકો સાથે બેસી તેનું પઠન કર્યું છે. ગુડ મોર્નિંગ અને હાય અને બાય કહેતા શીખવાડ્યું, પરંતુ જાય શ્રી કૃષ્ણ કે જાય શ્રી રામ નું મહત્વ સમજાવવાનું ભૂલી ગયા છો. અને પરિણામ આ ફિલ્મ સ્પષ્ટ દર્શાવી રહી છે. તેથી આપણે સ્વીકારવું જોઈએ કે આપણા ધર્મ વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્ર માટે આપણે પોતે પણ જવાબદાર છીએ.
ફિલ્મના ડાયલોગમાં એક યુવતી પણ તેના પિતાને કહે છે કે તમે મને ક્યારેય આતંકવાદ વિશે કેમ નથી કહ્યું. આતંકવાદ બંદૂકના જોરે જ નથી ફેલાતો, પરંતુ ધર્મ પરિવર્તનના રૂપમાં સમગ્ર વિશ્વમાં તે વધુને વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
ફિલ્મ નિર્માતાએ ખૂબ જ સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે હિંદુ ધર્મનો ઉદારવાદ હિંદુ ધર્મ માટે સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. હિંદુ પરિવારના બાળકો તેમના ધર્મ, સંસ્કૃતિ વિશે બેધ્યાન હોય છે. તેઓ તેમના ધર્મ શાસ્ત્રો, ગ્રંથો, પુરાણો, વેદોના જ્ઞાનથી અજાણ છે કારણ કે તેમના માતાપિતા તેમને ફક્ત શાળા-કોલેજના શિક્ષણ, મોટી નોકરી, સારા પેકેજ પૂરતા જ સીમિત રાખે છે.
હવે સમય આવી ગયો છે કે જો આપણે આપણા બાળકોને સમયસર આપણી સંસ્કૃતિ આપણા ધર્મ વિશે જાગૃત નહિ કરીએ તો તેના પરિણામો બહુ ઘાતક આવી શકે છે. જે આપણે આ ફિલ્મમાં જોયા…
હિંદુ ધર્મ હંમેશા ઉદારવાદી રહ્યો છે અને અન્ય ધર્મોના કટ્ટરપંથી લોકોએ આ ઉદારવાદનો લાભ લીધો. યુવાનોનું બ્રેઈનવોશ કરવાનો અને ભારતની ડેમોગ્રાફિક પ્રોફાઈલ બદલવાનો મુદ્દો ભારતમાં ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ આ ફિલ્મ જોયા બાદ જ કદાચ લોકો ખરા અર્થમાં આ વસ્તુને સમજી શકશે. આપણા ધર્મ વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્ર માટે આપણે પોતે પણ જવાબદાર છીએ.
ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’માં ધર્માંતરણનો મુદ્દો ફિલ્મ તરીકે નવો છે, પરંતુ આ મુદ્દો કેરળની હિન્દુ વસ્તીને ઘણા લાંબા સમયથી સતાવી રહ્યો છે. ફિલ્મ નિર્માતા સુદીપ્તો સેનને આખરે એક ગંભીર વિષય પર પોતાનું મૌન તોડવું પડ્યું છે જેને અવગણવામાં આવે છે અને તેણે આ ફિલ્મમાં એક સત્ય બતાવ્યું છે જે કાશ્મીર ફાઇલ્સ જેટલું જ ભારતનું સત્ય છે.
ભારતની સંસ્કૃતિ અને મૂલ્યો એટલા મજબૂત છે કે તેનો પાયો સરળતાથી ખોદવો અને તેના મૂળને ઉખેડી નાખવું એટલું સહેલું નથી. પરંતુ હવે એ સમય આવી ગયો છે જ્યારે ભારતીયો પોતાના અને પોતાના પરિવાર સુધી સીમિત રહેવાને બદલે ફરીથી સમાજ અને રાષ્ટ્ર માટે વિચારવા લાગ્યા છે.
આ ફિલ્મ આત્માને ઉશ્કેરતા સત્ય અને હકીકત સાથે ઘડવામાં આવી છે કે દરેક દ્રશ્ય પીડા, ત્રાસ, અત્યાચાર, હિંસા, હિંદુ અને કેથોલિક છોકરીઓના માઈન્ડ વોશ કરવાની પદ્ધતિઓથી ભરેલું છે અને તેની વાર્તા શરૂઆતથી અંત સુધી સારી રીતે વર્ણવે છે. મર્યાદિત સમયની મર્યાદા હોવા છતાં, ફિલ્મ નિર્માતાએ દરેક પાસાઓ, દરેક સમસ્યા, દરેક કારણને સ્ક્રીન પર રજૂ કર્યા છે જેના કારણે હિન્દુ છોકરીઓ ધર્મ પરિવર્તનનો શિકાર બની રહી છે.