હળવદ પોલીસ સ્ટેશનમાં ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સ નાસતો ફરતો હતો જે આરોપીને મોરબી એલસીબી ટીમે લાલપર ગામ નજીકથી ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનમાં ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી જીવાભાઈ અરભમભાઈ આગઢ રહે. પોરબંદર ખાપટ રામાપીરના દ્વારા વાળો હાલ લાલપર ગામ નજીક કામકાજ અર્થે આવ્યો હોવાની બાતમી મળતા ટીમે આરોપી જીવાભાઈ આગઢ (ઉ.વ.૩૬) રહે. પોરબંદર વાળાને લાલપર પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે.આ કામગીરીમાં એલસીબી પીઆઈ ડી. એમ. ઢોલ, પીએસઆઈ એન. એચ. ચુડાસમા, કે. એચ. ભોચીયા, એ. ડી. જાડેજા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દશરથસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી, મો.નં.૯૯૭૮૦૯૮૮૮૫.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU