- આજે સરસાઇદની ઉજવણી કરી દેશ અને દુનિયામા અમન સુખ શાંતિ સમૃદ્ધિ, અને પોતાના પરિવાર માટે નાના ભૂલકાઓ દ્વારા દુઆઓ ગુજારવામા આવી
એક સપ્તાહ અગાઉ રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી જેને ઈદ-ઉલ-ફિત્ર અથવા તેમજ રમઝાન ઈદ પણ કહેવાય છે પવિત્ર માસ રમઝાનના પૂર્ણ થતા ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે. એની સાથે જ રોઝા અને રમઝાન પૂર્ણ થઇ જાય છે. આખી દુનિયામાં મુસ્લિમો હર્ષોઉલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે.
પવિત્ર રમઝાન મહિનામા રોઝા રાખવામાં આવે છે. અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. પરંતુ તેનાથી કંઈક અલગ સવા ત્રણ મહિનાના રોજા રાખી ને ઈબાદત કરવામાં આવતી હોય છે અને રમજાન ઈદના એક સપ્તાહ બાદ સવા ત્રણ મહિનાના રોજા રાખનાર માટે સરસાઈદ તરીકેની ઉજવણી કરવામાં આવે છે
મુસ્લિમો ને આમતો રમઝાન માસ દરમિયાન ફર્જ રોજા રાખવા ફરજિયાત હોય છે પરંતુ કેટલાક મુસ્લિમ લોકો સવા ત્રણ મહિના ના રોજા રાખીને પણ ઈબાદત કરતા હોય છે
મુસ્લિમોના હિજરી કેલેન્ડર પ્રમાણે રજ્જબ, શાબાન, અને રમઝાન આ ત્રણ મહિના અને સવ્વાલ મહિના ના એક સપ્તાહ આમ સવા ત્રણ મહિના ના રોજા રાખતા હોય છે અને પોતાના રબ ને રાજી કરી દુઆઓ ગુજારતા હોય છે
ધમધોકતા તાપની આકરી ગરમીમા કેટલાક નાના ભૂલકાઓ એ સાવ ત્રણ મહિનાના રોજા રાખ્યા છે જેમા ડભોઇ ના જનતા નગર ખાતે રહેતા ખત્રી મયુદ્દીનભાઈ ની 11 વર્ષની પુત્રી ખદીજા બાનુ, બોડેલી ના જિંદાલ કોમ્પ્લેક્સ પાછળ રહેતા ખત્રી ઈમરાન ભાઈ ની 9 વર્ષ ની પુત્રી રૂહીનબાનુ, સહિતના અનેક ભૂલકાઓએ સવા ત્રણ મહિનાના રોજા રાખતા આજે તેમને ઈદ ની ઉજવણી કરી હતી
ત્રણ મહિનાના રોજા પૂર્ણ થતા કેટલીક જગ્યા એ નિયાજ ના પ્રોગ્રામ નું આયોજન કરી અને રોજા રાખનારા ભુલાકાઓને મુબારકબાદી પાઠવવામા આવી હતી સવા ત્રણ મહિનાના રોજા રાખનારા ભૂલકાઓએ પોતાના પરિવાર તથા સગા-સંબંધીઓ તેમજ અને દેશ-દુનિયામા રહેતા તમામ લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ અમન માટે દુઆઓ ગુજારી હતી
સુલેમાન ખત્રી ;; છોટાઉદેપુર