ahmedabad/ પોલીસ વિભાગની છબી ખરીડતું ખાતું એટલે વહીવટદાર ખાતું. વહીવટદાર માટે કહેવાય છે કે, “એસા કોઈ સગા નહિં જિસકો સાહેબકે નામસે વહીવટદારને ઠગા નહીં. વહીવટદાર એટલે સાહેબના જ “ખાનગી હુકમમાં હા એ હા કરનાર સરકારી બાબુ”.
અમદાવાદના (ahmedabad) જે વિસ્તારમાં તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જુના વહીવટદારે નવા વહીવટદારને માર માર્યાના સમાચાર મળ્યા છે. સ્ટેશનની હદના વિસ્તરમાં જ એક જાણીતા બુટલેગરે ધંધો બંધ કરી દેતા જુના વહીવટદારે તે બુટલેગરને સ્ટેશનમાં બોલાવ્યો અને ધંધો કેમ બંધ કર્યો? એવું પૂછ્યું ત્યારે બુટલેગરે કહ્યું કે “હાલમાં નવા વહીવટદાર સાહેબ આવ્યા છે, તે ધંધો કરવા દેતા નથી અને બીજા બુટલેગરોને દુકાન ખોલવા દે છે અને મારા ગ્રાહકની ધરપકડ કરી ગુનો દાખલ કરવાનો શરૂ કરી દીધું છે.”
દારૂ જુગારની હાટડીઓની કમાણી પરથી ચાલતા શહેરના એક બેનામી પોલીસ સ્ટેશનની આ વાત છે, જેમાં જુના વહીવટદારે નવાને બોલાવીને માર માર્યો હતો. વાત તો એવી પણ સાંભળવા મળી રહી છે કે, જ્યારે જુના વહીવટદારે નવાને બોલાવીને દમ માર્યો તે વખતે નવા વહીવટદારે પોતાના પીઆઈ સાહેબને પણ ફોન કરીને જાણ કરી. જો કે આ સમગ્ર કાંડ પીઆઇ પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા જોઈ રહ્યા હતા, તેમ છતાય કોઈ પગલા લેવામાં આવ્યા નહીં. કારણકે આ બદનામ પોલીસ સ્ટેશનના પીઆઇ પણ “હા જી હા” વાળી લાઈનમાં આવે છે.
તાજેતરમાં જ વહીવટદારોના ત્રાસના લીધે કમિશનર સાહેબે એક ડઝન જેટલા વહીવટદારોની બદલી કે કંપનીમાં ટ્રાન્સફર કરી દીધી હતી. પરંતુ વહીવટદાર નામના પ્રાણીઓ હજી પણ સુધરવાનું નામ નથી લેતા અને માનીતા બુટલેગરોની દુકાનો ચાલુ રહે તેના માટે અંદરો અંદર જ શીત યુદ્ધ ચાલુ કરી દીધું છે.
પૂર્વ અમદાવાદના (ahmedabad) જુના અને નવા વહીવટદાર વચ્ચે થયેલા કાંડની વાતો વાયુવેગે પ્રસરી રહી છે. જો કે શહેર પોલીસમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા આ કિસ્સાને જો સમયસર ઠારવામાં નહીં આવે તો આવનારા સમયમાં શહેર પોલીસની છબીને ઘણું નુકસાન પહોંચી શકે છે.
કારણકે ઓગસ્ટ મહિનામાં જે કોન્સ્ટેબલરી સ્ટાફની બદલી કે કંપનીમાં કરવામાં ટ્રાન્સફર આવી હતી, તેમાંથી મોટાભાગના પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપર આવતા નથી અને જે તે પોલીસ સ્ટેશનના વહીવટો પાર પાડવામાં રાત દિવસ એક કરી રહ્યા હોવાની ચર્ચા પણ પોલીસ વિભાગમાં હાલ ચાલી રહી છે. આ બધી બાબતો પર ગંભીરતાપૂર્વક પગલા લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પોલીસ વિભાગ માટે ઘણી નામોશી સહન કરવાની આવશે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગુજરાતમાં દત્તક લીધેલા બાળકની હત્યા કરી કપલ લંડનમાં કરતું હતું મોજ, હવે કરોડોના કોકેન કેસમાં ઝડપાયું
36 સેકન્ડમાં હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ યુએસમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું ભયાનક મોત
અલ્લુ અર્જુનની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, ‘પુષ્પા 2’ના મેકર્સે આપ્યું મોટું અપડેટ