@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
મોરબી જીલ્લાના પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. જેને પગલે એલ.સી.બી. ટીમે આરોપીને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી ટીમ મોરબી જીલ્લાના અલાગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલી હોય જેમાં જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવતાં શખ્સને સત્વરે અટકાયત કરવા એલ.સી.બી. ટીમે સામા વાળા કલ્પેશ લાખાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨) રહે. ચિરોડા તાલુકા ચોટીલા વાળાને વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલી દેવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. ડી. એમ. ઢોલ, પી.એસ.આઈ. કે. જે. ચૌહાણ, એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા, એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ અને ટેકનીકલ ટીમ જોડાયેલ હતી.