- દોઢ મહિનાના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી જોકે મેઘરજાની સવારી થી ખેડૂત આલમ માં કભી ખુશી કભી ગમ
@પાટણ અલ્કેશ પંડ્યા
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં જૂન જુલાઈમાં 70% વરસાદ નોંધાયા બાદ ઓગસ્ટ આખો અને સપ્ટેમ્બર 15 સુધી મેઘરાજા વિરામ લેતા ચોમાસુ પૂરું અને કોરું ધાકોર રહે તેવો માહલ હતો અને જાણે ચોમાસું પૂરું થયું હોય તેમ વાદળો આકાશમાંથી વર્ષ્યા નહિ અને ખેડૂત આલામ ચિંતિત બન્યો સાથે સાથે પ્રજા પણ ચિંતા કરી રહી hatibએક બાજુ પાટણ જિલ્લામાં 97 ટકા વાવેતર થયું હતું અને ખાસ કરીને કઠોળ દિવેલા કપાસિયાનું મોટા પ્રમાણમાં વાવેતર ખેડૂતોએ કરેલ અને ખેડૂત આલમ વરસાદની રાહ જોતો હતો પણ મેઘરાજા રિસાયા હોય તેમ વરસવાનું નામ લેતા ન હતા બીજી બાજુ ખેતરોમાં પાકને પાણીની જરૂરિયાત હતી ત્યારે વરસાદ ના પડ્યો અને ખેડૂતોએ બોરવેલ કેનાલ કે અન્ય સ્ત્રોત દ્વારા પાણી મેળવીને મુર્જાતા મોલને બચાવવાની કોશિશ કરી હતી
ત્યારે બીજી બાજુ કઠોળનો પાક તૈયાર થઈ જવા આવ્યો અને છેલ્લા બે દિવસથી મેઘરાજાની એન્ટ્રી થઈ સમગ્ર જિલ્લામાં બે થી છ ઇંચ સુધી વરસાદ નોંધાયો જોકે એરંડા દીવેલા ઘાસારા માટે આ વરસાદ આશીર્વાદ સાબિત થયો પરંતુ કઠોળના પાક માટે આ વરસાદ નુકસાન લાવ્યો છે જે ખેડૂતોએ કઠોળ વાયુ હતું તેમને નુકસાન થયું છે હારીજ તાલુકાના ગામના માયાભાઈ ચૌધરીએ આ વરસાદથી પોતાના અને આજુબાજુના ખેતરોમાં કઠોળના પાકને નુકસાન છે તેમ જણાવ્યું લાંબા ગાળે વરસાદ આવતા પાટણ જિલ્લાની પાંચ પાલિકાની કામગીરી ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે પાટણ શહેરમાં સતત વરસાદના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી હતી રેલવેનું ગળનારું છેલો છલ થતા અવરજવર અને વાહન વ્યવહાર સ્થગિત થતાં ટ્રાફિક રેલવે ક્રોસિંગ બાજુ ડાયવર્ટ કરતા રાજમહેલ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને એક કલાક જેટલો જામ રહ્યો હતો.
નીચાણવાળા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો પહેલા હતી ચોમાસામાં તે આ સિઝનમાં પછી મેઘરજાની એન્ટ્રી બાદ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી એની એ જ રહી છે બીજી બાજુ રાધનપુરમાં 6 ઇંચ વરસાદ એ સમગ્ર રાધનપુર ની પંથકમાં પાણી પાણી કરી નાખ્યું છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU