ગોન્દ્રા ગુજરાતી મિશ્ર શાળા ગોધરા ખાતે નવીન છ ઓરડાઓનો ખાતમુર્હુત સમારોહ કાર્યક્રમ યોજાયો.!!
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ હસ્તકની ગોન્દ્રા ગુજરાતી મિશ્ર શાળા ભાડાના મકાનમાં વર્ષોથી ચાલી રહી હતી.અને જિલ્લા પંચાયત પ્રમુખ અને સદસ્યો તેમજ શિક્ષણ સમિતિ પંચમહાલ અને ગુજરાતી મિશ્ર શાળાના એએ.એમ.સી. કમિટીના સભ્યોના અથાગ પ્રયત્નો દ્વારા આ શાળાને જમીન ફાળવણી કરવામાં આવેલ ત્યારે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને તથા મહાનુભાવોના હસ્તે નવીન છ (૬) ઓરડાઓનો ખાતમુર્હુત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. અત્યારે આ શાળામાં બાલવાટીકા થી લઈને ધોરણ ૮ સુધી કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં કુલ સાત શિક્ષકો અભ્યાસ કરાવે છે.શાળામાં ગુણોત્સવ ગ્રેડ પત્રક અનુસાર વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૭૫% સાથે શૈક્ષણિક અને ભૌતિક રીતે શાળા ‘એ’ ગ્રેડ ધરાવે છે. હવે પછી નવીન ઓરડાઓ બનતા વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. અને આજ કેમ્પસમાં જો આંગણવાડીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તો નાના ભૂલકાઓને પણ સુવિધાઓ પ્રાપ્ત થાય એવી વાલીઓ આશાઓ રાખીને બેઠા છે.
આ સમારોહમાં જિલ્લા પંચાયતના દંડક અરવિંદસિંહ પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ, જિલ્લા અગ્રણી અશ્વિન પટેલ, નગર પાલિકા ગોધરાના પ્રમુખ સંજય સોની સહિત વિવિધ મહાનુભાવો, પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-