છેલ્લા કેટલાય સમયથી પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસ(congress) માટે કર્ણાટક વિધાનસભામાં મળેલી જીત એક બુસ્ટર ડોઝ સમાન છે. કર્ણાટકમાં(karnataka) કોંગ્રેસે જંગી બહુમતી સાથે સરકાર બનાવી છે. કર્ણાટકની જીતથી કોંગ્રેસમાં જાને નવો પવન ફૂંકાયો છે. અને આગામી ચુંટગની માટે વધુ સજ્જ બની રહી હોય તેમ લાગી રહ્યું છે. જે આગામી ચૂંટણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે. કર્ણાટકના આ ચૂંટણી(karnataka election) પરિણામોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે 2024ની લોકસભા ચૂંટણી માટે પણ મહત્વના છે.
લોકસભા(loksbha election) સાથે આ વર્ષે હવે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આ વર્ષે અંત પહેલા રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સત્તા મેળવવા સંઘર્ષ જામશે. 2018માં જીતેલા મધ્યપ્રદેશને પાછું જ્યોતિરાદિત્ય સિંધિયાના બાળવાથી ગુમાવવાનો વારો આવ્યો હતો. તેઓ 22 ધારાસભ્યો સાથે વર્ષ 2020માં ભાજપમાં જોડાયા હતા. તેને કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હતી. જો કે હવે શક્ય છે કે કોંગ્રેસ અન્ય રાજ્યોમાં પણ કર્ણાટક મોડેલને અપનાવી શકે છે.
સ્થાનિક વ્યૂહરચના, સકારાત્મક ઝુંબેશ, મફતની લાહણી, ટિકિટનું વહેલું વિતરણ અને કોંગ્રેસની વિચારધારા પર ભાર એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ માટે દરવાજા ખોળીશકે છે.
હાલમાં જ પક્ષના નેતાઓએ વહેલી તકે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાનો અને 50 વર્ષથી ઓછી વયના યુવાનોને વધુમાં વધુ ટિકિટ આપવાનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો જે કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકવાનું કામ કરીશકે છે. 2021માં તેના ઉદયપુર મંથન સત્રમાં કોંગ્રેસે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 50 ટકા ટિકિટ આપવાનું વચન આપ્યું હતું.
હાલમાં કોંગ્રેસનો(congress) એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે જેમાં બજરંગ બલી- જેવું એક પાત્ર ભગવાન રામને જણાવે છે કે કર્ણાટકમાં કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ભગવાન તેને તેમના સૌથી પ્રખર ભક્ત કમલનાથને મદદ કરવા કહેતા સાંભળી શકાય છે, જે હાલમાં MPCCના વડા છે અને કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો પણ છે. યોગાનુયોગ, કમલનાથ પ્રખર હનુમાન ભક્ત છે. તેમણે તેમના છિંદવાડા મતવિસ્તારમાં હનુમાનની 101 ફૂટ ઊંચી પ્રતિમા બનવવામાં સક્રિય ભૂમિકા ભજવીહતી. જે આ દેશની સૌથી ઊંચી હનુમાન પ્રતિમા છે.”
માઇન્ડશેર એનાલિટિક્સનાં(Mindshare Analytics) મતદાન વ્યૂહરચનાકાર સુનિલ કાનુગુલો(Sunil Kanugulo) અને ડિઝાઇન બોક્સનાં નરેશ અરોરાને એક્શનમાં લાવવામાં આવ્યા છે. કાનુગુલો એકદમ લો પ્રોફાઈલ છે. અને મીડિયાથી સતત દૂર ભાગે છે. તેમને 2024ની સંસદીય ચૂંટણી માટે પાર્ટીની સશક્ત પેનલમાં કથિત રીતે સામેલ કરવામાં આવ્યા છે. 2021માં આસામ વિધાનસભા ચૂંટણીથી કોંગ્રેસ માટે કામ કરી રહેલા અરોરા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જોડાયેલા છે. AICCના આંતરિક સૂત્રોનું કહેવું છે કે સુનીલ કાનુગુલો અને નરેશ અરોરા બંને સીધા કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલયને રિપોર્ટ કરે છે. છત્તીસગઢમાં, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના રાજકીય સલાહકાર, ભૂતપૂર્વ પત્રકાર વિનોદ વર્માએ સ્વયંસેવકોનું એક વિશાળ નેટવર્ક વિકસાવ્યું છે, જેઓ સમયાંતરે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ, વાતના મુદ્દાઓ અને પક્ષ અને ઉમેદવારોની મતવિસ્તાર મુજબની પ્રોફાઇલ તૈયાર કરે છે.
કોંગ્રેસ ‘બેક ટુ બેઝિક્સ’ અભિગમ તરફ વળતી જણાય છે. વિજય પછી તરત જ, એકદમ વિઝ્યુઅલ રીતે, સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીએ સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સિંહ સુરજેવાલા અને અન્ય લોકો સાથે ફોટા શેર કરવાનું ટાળ્યું. નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવા માટે કોંગ્રેસના સંસદીય દળના વડા સોનિયા ગાંધીને નહીં પણ કોંગ્રેસ અધ્યક્ષને અધિકૃત કર્યા છે.
આ દેખીતી રીતે નાના વિકાસનું પોતાનું મહત્વ છે કારણ કે ભૂતકાળમાં, જ્યારે સીતારામ કેસરી AICCના વડા હતા ત્યારે સંસદના બંને ગૃહોમાં નેતાઓની પસંદગી કરવા માટે સોનિયા ગાંધીને સત્તા આપવા માટે પક્ષના બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. હકીકતમાં, તે જોગવાઈ હજુ પણ પક્ષના બંધારણમાં છે. એ જ રીતે, દાયકાઓમાં પ્રથમ વખત, કર્ણાટકમાં કોંગ્રેસ ચૂંટણીના 45 દિવસ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં સફળ રહી.
આ ભલામણ સોનિયા ગાંધીના 1998 થી 2017 અને ફરીથી 2019-2022 દરમિયાન પાર્ટી અધ્યક્ષ તરીકેના લાંબા કાર્યકાળ દરમિયાન સ્વીકારવામાં આવી હતી, પરંતુ તેનો ક્યારેય અમલ કરવામાં આવ્યો ન હતો. ખડગેને શ્રેય જાય છે કે તેઓ કાર્યભાર સંભાળ્યાના છ મહિનામાં તેનો અમલ કરી શક્યા. આ ભવ્ય જૂના પક્ષમાં પુનરુત્થાન અથવા માનસિકતામાં પરિવર્તનના પ્રારંભિક સંકેતો છે. મહત્વનું છે કે, કોંગ્રેસ પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવી રહી છે
રાજ્યો ઉપરાંત કર્ણાટક વિધાનસભા બેઠકના પરિણામો બાદ કોંગ્રેસને જે નવી આશા દેખાઈ છે, તેણે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ શક્યતાઓ શોધવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે કર્ણાટકમાં જીત 2024ની સામાન્ય ચૂંટણીની શરૂઆત છે. કર્ણાટક ચૂંટણી પરિણામ 2023 નિઃશંકપણે કોંગ્રેસ માટે એક મોટું પ્રોત્સાહન છે. ભાજપે 25 સંસદીય બેઠકો જીતી હતી.