@sachin pithva, surendranagar
આગામી દિવસોમાં બિપોરજોય વાવાઝોડાને અનુલક્ષીને સુરેન્દ્રનગર જિલ્લામાં તકેદારીના ભાગરૂપે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વાવાઝોડા પહેલા, દરમ્યાન તેમજ બાદમાં કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો તે અંગે લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત સાયલા તાલુકાના મદારગઢ, ઇશ્વરિયા તથા વખતપર સહિતના ગામોમાં ઢોલ પીટી લોકોને તકેદારીની માહિતી આપવામાં આવી હતી.
લોકોને ઘરે જ રહેવા, નદીનાાળા પાસે ન જવા, ઈલેક્ટ્રીક લાઈન નીચે ઉભા ન રહેવા તેમજ કોઈપણ પ્રકારની નુકસાની થાય તો તલાટી કમ મંત્રીને અને સરપંચને જાણ કરવા જેવી ચેતવણી આપવામાં આવી હતી.
આ ઉપરાંત કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ના થાય તે માટે તંત્રના સંપર્કમાં રહેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
શું રોહિત શર્માની જગ્યાએ બીજાને કેપ્ટ્ન બનાવવાથી સમીકરણો બદલાઈ જશે..?
આધુનિક ટ્રેન નહીં પરંતુ સલામત મુસાફરીની જરૂર …
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?